SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ કપિલા લંભક [ ૨૫૯ ]. માણસોને વનમાલા કહેવા લાગી, “ઘણું કાળથી પ્રવાસે ગયેલા આ મારા દિયર સહદેવને આજે મેં જોયા છે.” તુષ્ટ થયેલાં ઘરનાં માણસો આશ્ચર્યથી મારા તરફ જેવા લાગ્યાં. પાદશૌચ કર્યા પછી મને તેલાવ્યંગ, સંમર્દન, પ્રઘર્ષણ અને સનાન વનમાલા પોતે જ કરાવવા લાગી. ગાત્રો ઉપર લાભંગ થઈ રહ્યા પછી મેં વસ્ત્ર પહેર્યા, પણ વસુપાલિતને આવતાં મોડું થવાથી મારે માટે ભેજન લાવવામાં આવ્યું. ભેજન કર્યા પછી હું આસન ઉપર બેઠો. પછી વસુપાલિત આવ્યું. તેણે જાણે કે દર્શનથી જ મને પ્રણામ કર્યા. વનમાલાએ તેને કહ્યું “તાત! આ મારા દિયર સહદેવ છે.” વસુપાલિત બોલ્યો, “તેમનું સ્વાગત છે.” ફરી ફરી તે મારી તરફ જવા લાગ્યો. પછી વનમાલા બેલી, “તાત! તમને આવતાં મોડું થયું, તેથી સહદેવે જમી લીધું. કયી વાતમાં તમને રોકાણ થયું હતું?” વસુપાલિત કહ્યું, “તેમણે જમી લીધું એ સારું કર્યું. મારા રોકાણનું કારણ તમે સાંભળો– “કપિલ રાજાને એક વાર ભગુ નૈમિત્તિકે કહ્યું હતું કે, “રાજ! શાસ્ત્રકારોને અનુમત એવાં લક્ષણવાળી કપિલા કન્યા અર્ધભરતાધિપતિના પિતાની ભાર્યા થશે.” રાજાએ પૂછયું, “તે કયાં હશે? અને તેને કેવી રીતે ઓળખવો?” નૈમિત્તિક છે, “નિમિત્તના બળથી હું કહું છું. જે સ્કૂલિંગમુખ અશ્વને કેળવે તેને ( કન્યાના વર તરીકે) ઓળખજે. તે અત્યારે ગિરિકૂટમાં દેવદેવના ઘેર રહે છે.” તે વચન ગ્રહણ કરીને મહામૂલ્યવાન વસ્ત્રાભરણવાળા કુશળ મનુષ્યને રાજાએ કહ્યું, “તે ન જાણે તેવી રીતે ગિરિકૂટથી તેને અહીં કોણ લાવશે?” ઈન્દ્રશર્મા એ જાલિકે એ વાત સ્વીકારીને કહ્યું, “નૈમિત્તિકે કહેલા જમાઈને હું અહીં લાવીશ.” પછી તે ઐન્દ્રજાલિક પિતાના પરિવાર સહિત ગયો અને આજ ઘણે કાળે પાછો આવીને રાજાને કહેવા લાગ્યા, “દેવ ! હું ગિરિકૂટ ગયો હતો. ત્યાં પૃથ્વીતલના તિલક સમાન અને મનને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર તેને મેં જોયો. વિદ્યાસાધનના બહાના નીચે મેં તેને ગામમાંથી પર્વત-કટકના પ્રદેશમાં આણ્યો. ત્યાં તેને દેરડાં બાંધીને લટકાવેલા ચન્નમય વિમાનમાં બેસાડ્યો. આકાશમાં ઊડવાને માટે બેઠેલા તેને અમે નિષદ્ રીતે લઈ જતા હતા. પણ “મારું હરણ થાય છે ” એમ પ્રભાતે જાણીને તે (વિમાનમાંથી ઉતરીને ) નાસી ગયો, અને તેના દડવાના વેગને કારણે અમે તેને પકડી શક્યા નહીં. તેની શોધમાં ભમતાં અમને આટલો કાળ લાગ્યો, પણ તેના કેઈ સમાચાર નહીં મળવાથી અમે પાછા વળ્યા છીએ.” તેની આ વાત સાંભળીને ઉદાસ થયેલો રાજા “હવે તેની પ્રાપ્તિ કેવી રીતે થશે?” એમ વિચાર કરતો બેઠો. તેની પાસે હું પણ બેઠો હતો. રોકાણુનું આ કારણ હતું.” આ પ્રમાણે વસુપાલિતે વનમાલાને કહ્યું. તેનાં આ વચન સાંભળી મને વિચાર થયે કે, “હવે તો અહીં રહેવાનું થયું.” બીજે દિવસે વસુપાલિતની સમક્ષ વનમાલા મને કહેવા લાગી “સહદેવસ્વામી ! સ્કૂલિંગમુખ અશ્વને તમે જમી શકશે?” કહ્યું, “અશ્વને જોઈને તેની પ્રકૃતિ જાણી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy