SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - ર વરસ ની કે [ ૨૫૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : હતી તથા પૂર્ણ કશલવડે જેને સુશોભિત કરવામાં આવ્યું હતું એવા આવાસના દ્વાર આગળ હું રથમાંથી ઊતર્યો. જ્યાં શયન અને આસનની વ્યવસ્થા કરવામાં આવી હતી એવા આવાસમાં હું પ્રવેશ્યા. આસન ઉપર હું બેઠે. પછી ગામના મોટેરાઓ અંદરોઅંદર વાતચીત કરીને માળાઓ વડે અલંકૃત એવી રૂપવતી કન્યાઓને દક્ષિણ સહિત મારી પાસે લાવ્યા અને મને વિનંતી કરવા લાગ્યા, “સ્વામી ! આપે જેમને ઉગાર્યા છે એવા અમે આજથી આપના આજ્ઞાવતી છીએ. આ કન્યાઓ ઉત્તમ કુલમાં જન્મેલી છે. તેઓ આપની શુશ્રષા કરનારીઓ ભલે થાય. કૃપા કરો.એટલે મેં કહ્યું, “સાંભળે, આ બ્રાહ્મણ તે સ્વાધ્યાય નિમિત્તે બહાર નીકળે છે, માટે મારે કન્યાઓની જરૂર નથી. તમે આટલું માન આપીને ખરેખર મારે સત્કાર કર્યો છે. તમારું જે કલ્યાણ તેમાં જ મારી પ્રસન્નતા છે. આ કન્યાઓ સુખભગિનીઓ થાઓ.” આમ કહીને એ કન્યાવૃન્દને મેં રજા આપી. તેઓ મારા ઉપર દેવની જેમ પુષ્પવૃષ્ટિ કરીને પોતપોતાને ઘેર ગઈ. પછીના કાળે બીજા પુરુષોને આપવામાં આવી હોવા છતાં “એ (વસુદેવ) જ અમારો પતિ છે ” એમ માનતી તેઓ પોતાના પતિને પણ ઈચ્છતી નહોતી. વૃદ્ધોને મેં પૂછ્યું, “આ પુરુષાદ કેણ હતો?” તેઓએ કહ્યું, “સાંભળે– મનુષ્યભક્ષક સદાસની પૂર્વકથા “કાંચનપુરના અધિપતિ રાજાનો સોદાસ નામે એક માંસલુબ્ધ પુત્ર હતો. રાજાએ એક વાર અભયઘોષણા કરી. એટલે સદાસના માણસે કુમારના માંસને માટે વંશગિરિ ઉપરથી મયૂર લાવવા લાગ્યા. એક વાર તેને રસયાનું ધ્યાન બીજી તરફ હતું ત્યારે કાપેલા મોરને બિલાડો લઈ ગયે. એટલે ભયભીત થયેલો તે રસેઈઓ કુમારને માટે માંસ મેળવવા “ભક્ષ્ય અથવા અભક્ષ્ય એવું માંસ કયાં મળશે?” એમ વિચારતો બહાર નીકળે. તેણે ખાઈમાં તુરતના મરણ પામેલા એક બાળકના શરીરને જોયું. તેનું માંસ તેણે સંસ્કાર્ય અને ભેજનકાળે કુમાર સોદાસને આપ્યું. “સ્વાદિષ્ટ છે” એમ બોલતા તેણે ભોજન કર્યા પછી રસોયાને કહ્યું, “તને આવું રાંધતાં આવડે છે, છતાં પહેલાં તું આવું કેમ પકાવતો નહોત?” તેણે અભયવચન માગીને વિનંતી કરી, “સ્વામી! એકાન્તમાં આપને એનું કારણ કહીશ.” પછી તેણે હાથ જોડીને બધી હકીક્ત કહી સંભળાવી. આ સાંભળી સોદાસ પ્રસન્ન થયા અને રસોયાને સત્કાર કરીને તેણે કહ્યું, “સૌમ્ય ! હવે બીજા માંસની જરૂર નથી, દરરોજ (મનુષ્યમાંસ મેળવવા માટે) પ્રયત્ન કરો.” પછી સોદાસના માણસો સ્વયંમૃત બાળકોની શોધ કરવા લાગ્યા, અને તે ન મળતાં છાની રીતે બાળકને મારવા લાગ્યા. સોદાસ પણ મનુષ્યમાંસમાં લુબ્ધ થઈ બીજા માંસની ઈચ્છા કરતો નહતો. પરંતુ આ રીતે (બાળકનો વધ થતાં) નગરજનોને ઉપદ્રવ થવાથી રાજાએ છાની રીતે રક્ષકો નીમ્યા. તેઓએ કુમારના માણસોને પકડયા. તેઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy