________________
મિત્રશ્રી–ધનશ્રી લ’ભક
*
**
[ ૨૫૩ ] શું છે ? ” મેં કહ્યું “સંયમ.” તેઓ મેલ્યા, “ સંયમનુ ફળ શું છે ? ” મેં કહ્યુ, “સંયમનુ ફળ અનાસ્રવ છે. ” તેએ ખેલ્યા, “ અનાસવનુ ફળ શું છે ? ” મેં કહ્યું, “ અનાસવનું ફળ તપ છે. ” તે મેલ્યા, “ તપનું ફળ શું છે ? ” મેં કહ્યું, “ તપનું ફળ નિરા છે. ” તેઓ મેલ્યા, “ નિર્જરાનું ફળ શું છે ? ” મેં કહ્યું, “ નિર્જરાનું ફળ કેવલજ્ઞાન છે. ” તેએ ખેલ્યા, “ કેવલજ્ઞાનનું શું ફળ છે ? ” મેં કહ્યું, “ કેવલજ્ઞાનનુ ફળ અક્રિયા છે. ” તેએ ખેલ્યા, “ અક્રિયાનું ફળ શું છે ? ” મેં કહ્યું, “ અક્રિયાનુ ફળ અયેાગ છે. ’” તેએ ખેલ્યા, “ અયેાગતાનું ફળ શું છે? ” મેં કહ્યું, “ સિદ્ધિગમન જેનું પ વસાન છે એવું અવ્યાબાધ સુખ તે અચેાગતાનુ ફળ છે. ”
સામશ્રીનું પાણિગ્રહણ
આ સાંભળીને વેદપારગામીએ સન્તુષ્ટ થયા. મુખ્ય સભાસદોએ એકી સાથે મને શાખાશી આપીને ગગન ગજાવી દીધું. પ્રસન્ન થયેલા ભૈગિક ‘ તેત્રીસ દેવતાઓમાંના આ નક્કી એક છે ’ એ પ્રમાણે મારી પ્રશંસા કરતા મને ઘેર લઇ ગયા, અને વસ્ત્રાભરણુથી મારા સત્કાર કર્યો. જીભ દિવસે સેામશ્રીને તથા મને લગ્નની દીક્ષા આપવામાં આવી, અમને ચારીમાં લઇ જવામાં આવ્યાં. ઉત્તમ મુખ, નયન, દાંત, હસ્ત, ચરણુ, જઘન અને સ્તનકલશવાળી સેામશ્રીને મેં સ્નાન કરતા જોઇ. મને તેનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. રતિની સાથે કામદેવ રમણ કરે તેમ તેની સાથે હું ક્રીડા કરવા લાગ્યા. બ્રાહ્મણા તે મને દેવતાની જેમ ગણવા લાગ્યા. બુધ-વિષ્ણુધના આયતનમાં કાઇ વાર બ્રાહ્મણેા મને શાસ્ત્રવિષયમાં પ્રશ્નો પૂછતા હતા. તેમના ઉપર સરસાઇ ધરાવતા હું. ચાર વેદમાં રહેલી વસ્તુના નિ ય આપતા હતા. આ પ્રમાણે તે ગિરિતટ ગામમાં રહેતાં મારા કાળ સુખપૂર્વક વીતતા હતા.
( ૬ )
મિત્રશ્રી-ધનશ્રી લભક
ઝાડ ઉપર રહેલા
એક વાર મેં ગામની બહાર ઇન્દ્રજાલિકને જોચે. તેણે વડના નાગકુમારાને બતાવ્યા. મેં વિચાર કર્યાં કે, “ આ વિદ્યાધર કોઇ કારણથી અહીં આવેલે છે, માટે તેની સાથે સમાગમ કરવા જોઇએ. ” ફરી પાછ્ા મે તેને બુધ-વિષ્ણુધના આયતનમાં જોયા. તે આદરથી પુન: પુન: મને અવલેાકવા લાગ્યા. એ જ તે વિદ્યાધર છે' એમ મે તેને ઓળખ્યા અને પૂછ્યું, “ કહા, કેમ આગમન થયું છે ? અને શું કરવાનું છે ? ” આ સાંભળીને તેણે મને એકાન્તમાં કહ્યું, “ ભદ્રમુખ ! હું વિદ્યાધર છે. સુખના સાધનરૂપ અને ઉત્પતન અને નિષ્પતન (આકાશમાં ઊડવું અને ત્યાંથી નીચે આવવું) જેનાથી થઇ શકે છે એવી શુભ અને નિશુભ એ બે વિદ્યાએ મારી પાસે છે. તે વિદ્યા હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org