SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા સંભક [ ર૦૭ ] તેયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિન્દિતા એ આઠે દિશાકુમારીઓ આભિગિક દેવેએ વિકલાં વિમાનમાં બેસીને સામાનિક, મહત્તરિકા, ૫ર્ષદા, અનીક અને આત્મરક્ષકના પરિવાર સહિત ઉત્કૃષ્ટ અને દિવ્ય દેવગતિથી મરુદેવીના ભવનમાં આવી. તીર્થકરને તથા મરુદેવીને વિનયપૂર્વક વંદન કરીને જન્મોત્સવ નિમિત્તે આસપાસના એક જન જેટલા પ્રદેશને સંવર્તક વાત વડે સાફ કરીને ગાતી ગાતી તે ઊભી રહી. પછી ઊર્ધ્વ લોકમાં વસતી મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવસ્ત્રા, વસ્ત્રમિત્રા, વારિસેના અને બલાહકા એ આઠે દિશાકુમારી મહત્તરિકાઓ તેજ અનુક્રમે આવી અને ગધેદિક વર્ષાવીને તેજ રીતે ગાતી ગાતી ઊભી રહી. એ જ પ્રમાણે પૂર્વચકમાં વસતી નદત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ આઠ દિશાકુમારીએ તેજ રીતે પ્રણામ કરીને, હાથમાં દર્પણ લઈને ગાતી ગાતી ઊભી રહી. દક્ષિણ સુચકમાં વસતી સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રસિદ્ધા, યશોધરા, લક્ષમીમતી, શેષતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા એ આઠ દિશાકુમારીઓ, વિનયપૂર્વક પ્રણામ કરીને હાથમાં ઝારીઓ લઈને ઊભી રહી. પછી પશ્ચિમ રુચકમાં વસતી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમૃગા, ભદ્રા અને આઠમી સીતા એ આઠ દિશાકુમારીઓ પણ તે પ્રમાણે આવી અને હાથમાં વીંજણું લઈને વિનયપૂર્વક ઊભી રહી. પછી ઉત્તર રુચકમાં વસતી અલંબુષા, મિશ્રકેશી, પુંડરીકિણ, વારુ, હાસા, સર્વપ્રભા, શ્રી અને હું એ આઠ દિશાકુમારીઓ હાથમાં ચામર લઈને ઊભી રહી. પછી રુચકના (ચાર) ખૂણાઓમાં રહેતી ચિત્રા, ચિત્રકનકા, શહેરા અને સૌત્રામણિ એ ચાર વિદ્યકુમારી મહત્તારિકાઓ એ જ વિધિપૂર્વક હાથમાં દીવીઓ લઈને ચારે ખૂણાઓમાં ગાતી ગાતી ઊભી રહી. પછી રુચકના મધ્યભાગમાં રહેનારી રુચકા, ચકસહા, સુરૂપા અને ચકાવતી એ ચાર દિશાકુમારીએ ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના ઉપગથી તીર્થકરને જન્મ થયાનું જાણું, યાન-વિમાનની રચનામાં આરૂઢ થઈને પરિવાર સહિત જલદી આવી. જિનેશ્વરની માતાને વંદન કરીને તથા પિતાના આગમનનું કારણ જણાવીને તેમણે ચાર આંગળ બાકી. રાખીને તીર્થકરની નાભિ-નાળ કાપી, કાપીને દાટી તથા તેમાં રત્ન પૂરીને તે ઉપર દૂર્વાની પીઠિકા બાંધી. પછી તેમણે દક્ષિણ, પૂર્વ અને ઉત્તર સ્થાન એ ત્રણ દિશામાં મરક્ત મણિ સમાન શ્યામ અને ભૂષણ વડે આભૂષિત કદલીગૃહ વિકર્થી અને ગેહાગાર કલ્પવૃક્ષ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy