________________
-
-
--
-
--
-
-
[૧૮૪]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
પણ તેઓ જલદી પ્રસન્ન થતા નથી. માટે આપણે તે અમાત્યને આપીએ, જેથી તે આપણું કાર્ય કરનારો થશે.” તમંતકે કહ્યું, “આપણે અમાત્યનું શું કામ છે? અમાત્ય તો રાજાને ખજાને વધારવામાં ઉદ્યત હોય છે, અને તેથી તેમને આવા દુર્લભ દ્રવ્યથી નહીં, પણ ધનથી જ સંતુષ્ટ કરી શકાય છે.” મરુભૂતિએ કહ્યું, “આપણે નગરરક્ષકને આપીએ, કારણકે તે રાત્રિચર્યામાં આપણું કામ કરનાર થશે અને આપણે મિત્ર થશે.” એટલે ગોમુખ બોલ્યા, “તમે બધા અજ્ઞાન છે; આ પણ તે રાજા, અમાત્ય, રક્ષક અને સર્વ કાર્યોના સાધક ચારુસ્વામી જ છે. આ દુર્લભ વસ્તુનું પાત્ર એ જ છે. એની જ કૃપાથી આપણે રહીએ છીએ. ” પછી તે સર્વેએ મને કહ્યું, “આનંદથી આ પીઓ.” મેં કહ્યું, “મધુ, માંસ અને મધનો સ્વાદ નહીં જાણનાર કુલમાં મારો જન્મ છે તે શું તમે જાણતા નથી, કે જેથી મને મધુ પાવા ઇચ્છો છો?” ગોમુખ બે, “ચારુસ્વામી! અમે તે બરાબર જાણીએ છીએ, પછી તમને શા માટે અકૃત્ય કરવાને પ્રેરીએ? આ ભવ નથી, પણ એમ સાંભળવામાં આવે છે કે દેવોને યોગ્ય આ તો અમૃત છે; માટે તમે અન્યથાબુદ્ધિ ન કરશો. અમારા માંગલિક વિચારને પ્રતિકૂળ થયા સિવાય તમે આ પીઓ; એમ કરવાથી તમારા આચારનું ઉલ્લંઘન નહીં થાય. ”
પછી હે સ્વામી પાદ! મારા પિતાના સમાન વહાલા એ મિત્રના વચનથી તે રસ પીવાનું મેં સ્વીકાર્યું. હાથ-પગ ધોઈને, આચમન કરીને તથા પૂર્વ દિશા તરફ મુખ કરીને તે રસને અમૃત માનીને મેં પશ્ચિની પત્રના પડિયાથી પિધો. સર્વ ગાત્રોને આહાદ પમાડનાર તે રસ પીવાથી મને સન્તોષ થયે. મેં આચમન કર્યા પછી મિત્રોએ મને કહ્યું, “તમે વિશ્રામ કરતા આગળ જાઓ, અમે પુષ્પો ચૂંટીશું.” એટલે હું આગળ ચાલે. એ પાનની અપૂર્ણતાને કારણે ઘેન ચઢતાં મને ઝાડ જાણે ફરતાં હોય તેવાં દેખાવા લાગ્યાં. હું વિચાર કરવા લાગ્યું, “શું અમૃતનું આવું પરિણામ થતું હશે ? કે પછી મને યુક્તિપૂર્વક મદ્ય પાવામાં આવ્યું છે?” હું આમ વિચાર કરતા હતા ત્યાં મહામૂલ્યવાન આભૂષણોથી અલંકૃત શરીરવાળી, જેણે શુદ્ધ રેશમી વસ્ત્રો પહેર્યા હતાં તેવી તથા તરુણ વયમાં રહેલી એક સ્ત્રીને મેં અશોકવૃક્ષની નીચે જોઈ. તેણે પોતાની અગ્રાંગુલિએથી મને બોલાવે, એટલે હું તેની પાસે ગયે, અને “આ રૂપવતી કેણ હશે?” તેનો વિચાર કરવા લાગ્યો. તેણે મને “સ્વાગત” કહ્યું. પછી તેને મેં પૂછયું,
ભદ્ર! તું કોણ છે ?” તે બોલી, “ઇભ્યપુત્ર! હું અસરા છું અને ઈન્દ્ર સેવા કરવા માટે મને તમારી પાસે મોકલી છે.” મેં કહ્યું, “મને દેવરાજ કયાંથી જાણે, કે જેથી કરીને તને મોકલે?” તેણે કહ્યું, “તમારા પિતા મહાગુણવાન શ્રેણી તરીકે પ્રખ્યાત છે. તેમની પ્રીતિને ખાતર મને મોકલવામાં આવી છે એમ તમે જાણે. તમે શંકા ન કરશો. અમે સર્વ કેને દર્શન દેતાં નથી. જેના ઉપર અમારી કૃપા ન હોય તે મનુષ્ય અમને જોઈ પણ શકતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org