SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૭૯ ] કે–અમુક ઔષધિ શલ્યને દૂર કરનારી છે, અમુક સંજીવની છે અને અમુક સંરેણુઘા રૂઝવનારી છે. પછી તેઓ એ ઔષધિઓને પડિયામાં લઈને વિદ્યાધર પાસે ગયા. જે પ્રાણહારક ખીલે તેના કપાળમાં ઠોકવામાં આવ્યું હતું તેના ઉપર તેમણે શલ્ય દૂર કરનાર ઔષધિ ચેપડી, એટલે તડકાથી તપેલા કમળની જેમ તે ખીલે ભૂમિ ઉપર પડ્યો. એનું વદનકમળ નમ્યું નહોતું, ત્યાં તેને મરુભૂતિએ ટેકે આપે. આ રીતે ઔષધિનું વિશેષ જ્ઞાન મળતાં અમે તેના બંને હાથ છોડાવ્યા; હાથને હરિસિંહ અને તમંતકે અવલંબન આપ્યું. એ વિદ્યાધરને તેના શત્રુએ, માત્ર કલેશ આપવાના જ આશયથી મર્મસ્થાનેનું રક્ષણ કરીને બાંધ્યું હતું, તેથી તે મરણ પામ્યો નહોતો. પછી અમે તેના પગ પણ છોડાવ્યા, અને પીતાંબરના ઉત્તરીયવાળા તેને કદલીપત્રની શગ્યા ઉપર સુવાડ્યો. હું મુખની સાથે પૂર્વ દિશામાં થોડેક દૂર જઈને ઝાડના ઓથે બેઠે. વિદ્યાધરના ત્રણેમાં સંહણી ઔષધિનું સિંચન કરવામાં આવ્યું. મેં મિત્રોને કહ્યું હતું કે, “કદલીપત્રના પવનથી અને જલકણાથી એને ભાનમાં લાવીને મારી પાસે આવજે.” તેઓએ તે પ્રમાણે કર્યું. પછી ભાનમાં આવેલ તે વિદ્યાધર એકદમ દેડ અને ગંભીર સ્વરથી બોલ્યા, “ઊભું રહે, ઊભો રહે, ધૂમસિંહ! દુરાચાર ! કયાં જઈને તું છૂટવાનો હતો?” પરતુ જેની સામે ક્રોધ હતો, તેને તેણે ન જોયે, અને સામા યોદ્ધાની ગેરહાજરીમાં જ આવી રીતે ગર્જના કરવાને કારણે તે શરમાઈ ગયે. અમે પણ નિ:શબ્દ બેસી રહ્યા. પછી દિશાઓમાં નજર નાખવા છતાં કોઈને નહીં તો એ તે પાસે જ આવેલા, કમલવનથી સુશોભિત સરોવરમાં ઊતર્યો, ત્યાં સ્નાન કરીને પહેલાંની જેમ પીતાંબર અને કનકનાં આભરણથી આભૂષિત થઈને પૂર્ણિમાના ચંદ્રપ્રકાશ જેવો ઊજળે તે બહાર નીકળે. પછી તેણે ઉત્તર દિશા તરફ ફરીને કેઈને નમસ્કાર કર્યો. ગોમુખે કહ્યું, “ચારુસ્વામી! હવે આ વિદ્યાધર મિત્ર અને શત્રુને ભેદ જાણશે.” પછી અમે એકબીજાની સાથે વાતચીત કરી. વિદ્યાધર અમારી પાસે આવ્યા અને બે, અરે ! મને મારા શત્રુએ બાંધ્યો હતો, ત્યાંથી કોણે છોડા?” મુખે કહ્યું, “અમારા મિત્ર ઈભ્યપુત્ર ચારુસ્વામીએ, સાધુ પાસેથી ઔષધિને પ્રભાવ જાણેલો હોવાથી, તમને છોડાવ્યા છે.” એટલે વિદ્યાધરે મને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા જીવન વડે વેચાયેલે હું તમારે દાસ છું.” મેં કહ્યું, “એમ ન બેલશે, તમે મારા ભાઈ છે.” મેં તેને અભિનંદન આપતાં તે જમીન ઉપર બેઠે. પછી હરિસિંહે તેને પૂછયું, “આવી આપત્તિમાં તમને કેણે પાડ્યા? અને શા કારણથી પાડ્યા?” એટલે તે કહેવા લાગ્યું – અમિતગતિ વિદ્યાધરને વૃત્તાન્ત (વૈતાઢ્યની) દક્ષિણ એણિમાં શિવમદિર નામે નગર છે. ત્યાં લોકોને બહુમાન્ય એવો વિદ્યાધરરાજા મહેન્દ્રવિક્રમ છે. તેની દેવી સુયશા નામે છે. જેણે વિદ્યાઓ ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy