SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યામલી લભક [ ૧૫૭ ] તળિયાંની આગળ અનુક્રમે આવેલી ગાળ આંગળીએ અને રાતા નખથી યુક્ત ચરણુયુગલવાળી, માંસલ, ગેાળ અને સુકુમાર તથા એકદમ ઢેખી શકાય નહીં એવાં ગૂઢ રામયુક્ત જ ઘાએવાળી, પુષ્ટ અને સરખાં તથા કદલી-સ્તંભ જેવાં ઉવાળી, માંસલ અને ભરાવદાર નિત મેથી યુક્ત વિશાળ શ્રેાણિભાગવાળી, દક્ષિણાવર્ત નાભિવાળી, તલવારના અગ્રભાગ જેવી સૂક્ષ્મ અને કૃષ્ણવર્ણની રામરાજ વડે સુશોભિત, અને પજામાં સમાઈ શકે તેવા મધ્યભાગવાળી, પુષ્ટ, ઉન્નત, હાર વડે સુશાભિત, હૃદયહારી તથા પરસ્પર મળેલા એવા સ્તનાવાળી, સ્નાયુએમાં ગૂઢ રહેલા સાંધાવાળી તથા સૌન્દર્યશાળી અને સંગત ખાહુલતાવાળી, ચામર, મત્સ્ય અને છત્ર વડે અંકિત હસ્તરેખાઓવાળી, રત્નમાળા વડે અલંકૃત કંબુ કઠવાળી, વાદળાંના પટલમાંથી બહાર નીકળેલા પૂર્ણચંદ્ર સમાન સામ્ય વદનચંદ્રવાળી, જેમના ખૂણા રાતા છે તથા મધ્યભાગ ધવલ અને કૃષ્ણ વર્ણના છે એવાં નયનેાવાળી, બિંબનાં ફળ જેવા રમણીય અને રૂપાળા હાઠવાળી, કુંડલ જેવાં આભૂષણને ચાગ્ય અને સરખા શ્રવણવાળી, ઊંચી અને પ્રશસ્ત નાસિકાવાળી, શ્રવણુ અને મનને સુન્દર લાગે એવી મધુર વાણીવાળી તથા પિરજનાનાં નયનારૂપ ભ્રમરા વડે જેનેા લાવણ્યરસ પીવાય છે એવી ( અત્યંત સાન્ત શાલી ) છે. રાજા તમને એ કન્યા આપવા ઇચ્છે છે, માટે ચિન્તા તુરી ન થશે.” CC એ સ્થળની નજીકમાં એક વાવ આવેલી હતી. તેમાં આકાશમાર્ગે ખારકા ઊતરતી હતી. મેં વિચાર્યું, આ ખારકા આકાશમાર્ગે આવે છે, તે શુ' તે નાગકન્યા કે વિદ્યાધરી હશે ?” મત્તકેાકિલા મારું મનેાગત જાણીને કહેવા લાગી, “દેવ! આ ખારકા વિદ્યાધરી નથી. કારણ સાંભળે-ઝરણામાંથી આવતા મીઠા અને પથ્ય પાણીવાળી આ વાવમાં ચતુષ્પદ પ્રાણીએ જાય નહીં, એટલા માટે તેનાં પગથિયાં સ્ફટિકનાં બનાવવામાં આવ્યાં છે. જો પાણી પીવાની તમારી ઇચ્છા હાય તેા તમને અંદર ઉતારું, ” મેં હા કહી. પછી તેની સાથે હું... પગથિયાં ઊતરીને વાવમાં ગયા. તરસ્યા થયેલા મેં પ્રયના વચનામૃત જેવુ મધુર અને ગુરુના વચન જેવું પથ્ય તે પાણી પીધું. પછી હું બહાર નીકળ્યેા. રાજાની આજ્ઞાથી પિરજના સ્નાનની સામગ્રી, વસ્ત્ર અને આભરણા લઇને આવ્યાં. કલહસી નામે આભ્ય તર–પ્રતિહારીએ તથા તેનાં પિરજનાએ મને નગરના દ્વાર આગળ સ્નાન કરાવ્યુ અને લેાકેા વડે પ્રશંસા કરાતા હું... અલંકાર પહેરીને નગરમાં પ્રવેશ્યા. રાજા અશિનવેગને મેં જોયા અને તેને પ્રણામ કર્યાં. ‘સુસ્વાગત' એમ ખેલતા તેણે સામે આવીને મને પેાતાના અર્ધા આસન ઉપર બેસાડ્યા. મત્તકેાકિલાએ વર્ણવી હતી તેવી રાજકન્યા શ્યામલીને C ૧ મૂળમાં પણ દ્વારા શબ્દ જ છે. તેના અર્થ અસ્પષ્ટ રહે છે. વળી આગળ મત્તાકલા કહે છે કે, આ ખારકા વિદ્યાધરી નથી. આ વાવમાં ચતુષ્પદ પ્રાણીએ જાય નહીં એટલા માટે તેનાં પગથિયાં સ્ફટિકનાં બનાવવામાં આવેલાં છે. ' એ સંદર્ભ પણ કદાચ ઉપર્યુક્ત અસ્પષ્ટતાને કારણે જ અર્થાંની દૃષ્ટિએ સદિગ્ધ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy