SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ર ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : આ બાબતમાં આપ યંગ્ય કરો.” પછી કુલવૃદ્ધો વિચાર કરીને કંસને રાજમહેલમાં લઈ ગયા. જરાસંધને મેં કંસનું પરાક્રમ કહ્યું. “આ તો ઉગ્રસેન રાજાને કુમાર છે ” એમ પ્રમાણપૂર્વક કહેવામાં આવતાં તેણે જીવયશા કુમારી કંસને આપી. “મારા પિતાએ મારો જન્મતાં જ ત્યાગ કર્યો હત” એમ સાંભળીને રોષથી કંસે (જરાસંધ પાસે) વરદાનમાં મથુરા નગરી માગી. દ્વેષને કારણે પિતાના પિતાને કેદમાં નાખી તે રાજ્ય કરવા લાગ્યા. વસુદેવને ગૃહત્યાગ વિસ્મયથી વિકાસ પામેલાં નયનવાળા નાગરિકે વડે પ્રશંસા કરતો અને રૂપથી હિત થયેલી યુવતિના દષ્ટિ-સમૂહવડે અનુસરીને હું પણ યુવાવસ્થામાં આવતાં નવા નવા ઘોડા, વજ અને વસ્ત્રો સાથે ઉદ્યાનમાં જતો હતો અને ઉદ્યાનની શોભા અનુભવીને પાછો આવતો હતો. એક વાર મારા મોટાભાઈએ મને બોલાવીને કહ્યું, “કુમાર ! આખો દિવસ તું બહાર ભમે છે, તેથી તારી મુખકાન્તિ મેલી દેખાય છે, હમણાં જ તે શીખેલી કલાઓ ભૂલાઈ ન જાય, માટે તું ઘેર રહે.” મેં પણ “હવે એમ કરીશ” એવું કહીને એ વાત સ્વીકારી. કઈ એક વાર રાજાની ધાત્રીની બહેન કુજા, જેને સુગંધી વસ્તુઓને લગતા કામ ઉપર નિયુક્ત કરેલી હતી તેને એકવાર સુગંધી વસ્તુઓ પીસતી જોઈને મેં પૂછ્યું, આ કોને માટે વિલેપન તૈયાર થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “રાજા માટે.” મેં પૂછ્યું, “મારે માટે વિલેપન કેમ તૈયાર થતું નથી ?” તેણે કહ્યું, “તમે અપરાધ કર્યો હોવાથી રાજા તમારે માટે વિશિષ્ટ વસ્ત્ર, આભરણ કે વિલેપન આપતા નથી.” પછી તેણે વારવા છતાં મેં વિલેપન તેની પાસેથી પરાણે લીધું. એટલે ક્રોધ પામેલી તે બોલી, “ આવાં આચરણને લીધે જ તમને (ઘરમાં) રોકવામાં આવ્યા છે, છતાં અવિનય કર્યા સિવાય રહેતા નથી. ” મેં તેને પૂછ્યું, “કહે, ક્યા અપરાધથી મને રોકવામાં આવે છે? “મને રાજાને ડર લાગે છે” એમ કહીને તે કંઇ બેલી નહીં. મેં તેને વીંટી આપીને વિનંતી કરી તથા સમજાવી, એટલે તે કહેવા લાગી, “ રાજાને વણિકોએ એકાન્તમાં વિનંતી કરી હતી કે- દેવ ! સાંભળે. કુમાર શરદઋતુના ચંદ્રની જેમ લેકેનાં નયનને સુખ આપનાર તથા નિર્મળ ચારિત્ર્યવાળા હોવા છતાં તેઓ જે જે દિશામાં જાય છે ત્યાં ત્યાં તરુણ સ્ત્રીઓ તેમની જ સાથે તેમનું અનુકરણ કરતી ભમ્યા કરે છે. કેટલીયે યુવતિઓ “પાછા વળતા વસુદેવને અહીંથી જોઈશું” એમ વિચારીને પિસ્તકમની બનાવેલી યક્ષિણીઓની જેમ બારીઓ, ગેખ અને જાળીઓમાં ઊભી ઊભી દિવસ વીતાવે છે. સ્વપ્નમાં પણ આ વસુદેવ, આ પણ વસુદેવ ” એમ બોલે છે. જે તરુણીઓ પત્ર, શાક અને ફળ ખરીદવા જાય છે તે પણ “વસુદેવને . ભાવ છે?” એમ પૂછે છે. બાળક રડતાં હોવા છતાં કુમાર ઉપર જ જેમની દ્રષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy