SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યામા-વિજયા લંભક. [ ૧૪પ ] ધનમિત્ર શેઠ પિતાનાં કર્મો ખપાવીને મોક્ષ પામ્યા. બાકીના સર્વે અચુત ક૯૫માં દેવ થયા. “આ પુત્ર અને પુત્રીઓ સાથે મારે ફરી પણ સંબંધ થાય” એ પ્રમાણે નેહાનુરાગથી બંધાયેલી વિજયનંદા એ સ્થિતિની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય જ શરીરનો ત્યાગ કરીને અમ્રુત ક૯૫માં પુત્રીઓની સાથે દેવ થઈ. ત્યાંથી આવીને મથુરા નગરીમાં અતિબલ રાજાની સુનેત્રા દેવીની ભદ્રા નામે પુત્રી થઈ. મેટી થતાં એ કન્યા તને આપવામાં આવી. પેલા અયુત દેવ આવીને અનુક્રમે તેને ગર્ભમાં સમુદ્રવિજય આદિ નવ પુત્ર થયા. કુન્તી અને માદ્રી એ બે પુત્રીઓ થઈ અને તે અનુક્રમે પાંડુ અને દમષને પરણાવવામાં આવી. વસુદેવના પૂર્વભવની કથામાં નંદિષણને ભવ આ પહેલાં જે દશ સાધારણ વનસ્પતિ-જી વિષે કહેવામાં આવ્યું છે તેમને બાકીને એક જીવ ઉદ્વર્તિત થઈને મગધા જનપદમાં પલાશપુર ગામમાં કન્દિલ નામે દરિદ્ર બ્રાહ્મણની સોમિલા નામે પત્નીને નંદિણ નામે પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તેનાં મા-બાપ મરણ પામ્યાં; અને “આ તો અપ્રશસ્ત છે” એમ કહીને લોકોએ પણ તેનો ત્યાગ કર્યો. ભિક્ષાવૃત્તિથી તેને કેટલાક સમય ગયા પછી તેનો મામે તેને લઈ ગયો. એ મામાને એક પછી એક જન્મેલી ત્રણ પુત્રી હતી. મામાએ તેને કહ્યું, “નંદિષણ! તું નિરાંતે રહે, હું તને મારી પુત્રી પરણાવીશ, તું ગાની સંભાળ રાખ.” પછી એક પુત્રી યુવાવસ્થામાં આવી. “મને આ ભિખારી સાથે પરણાવવાની છે” એવું જાણીને તે કહેવા લાગી, “જે આવી અવસ્થામાં રહેલા એ નંદિષેણ સાથે મારું લગ્ન કરશે તો હું આત્મઘાત કરીશ.” નંદિષેણે પણ આ સાંભળ્યું. મામાએ કહ્યું, “બેટા! અધીરે ન થા. જે તને ન ઈછે તેનું તારે પણ શું કામ છે? હું તને મારી બીજી પુત્રી આપીશ.” ગ્ય સમય આવતાં બીજી કન્યાએ પણ તેની ઈચ્છા કરી નહીં. એ જ પ્રમાણે ત્રીજી કન્યાએ પણ તેને ઈચ્છક્યો નહીં. મામાએ પાછું નંદિષણને કહ્યું, “ત્રણે જણીઓએ તને ઈ૭યો નહીં તેથી તે નિરાશ ન થઈશ. હું બીજે ક્યાંક પણ તારે ઉત્તમ સંબંધ કરીશ, માટે ચિન્તા ન કરીશ.” પણ નદિષેણે વિચાર કર્યો, “ જે આ કન્યાઓ મને ઈચ્છતી નથી તે બીજીઓ પણ શા માટે ઈચ્છશે ?” આ પ્રમાણે મનમાં ઘણે સન્તાપ કરતો તે ગામમાંથી નીકળ્યો અને રત્નપુરમાં આવ્યો. ત્યાં રસ્તા પાસે બેઠો, તો પિતાની ઇચ્છિત યુવતી સાથે ઉપવનમાં ક્રીડા કરતા તરુણેને તેણે જોયા. ત્યાં પિતાની જાતને નિન્દ તે “અહે ! હું અભાગિયાઓને સરદાર છું, આવા જીવનનું મારે શું કામ છે?” એમ વિચારી કૃતનિશ્ચય થઈને નગરથી બહુ દૂર નહીં એવા, લોકોની અવર-જવર વિનાના તથા વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ અને લતાઓથી નિબિડ એવા એક ઉપવનમાં તે પ્રવેશે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy