________________
પ્રતિમુખ
[ ૧૪૩ ]
એમ નિશ્ચય કરીને તેમણે યુદ્ધ કરતાં તેને મારી નાખે. એ રુદ્રદત્ત પિતાને સુરેન્દ્રદત્તે થાપણ તરીકે આપેલા ચેત્ય માટેના ધનને નાશ કરી નાખ્યો હતો, આથી જિનબિંબની પૂજા અને દર્શનવડે આનંદિત હૃદયવાળા ભવી જીવોને થનાર સમ્યગૂ દર્શન, તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન તથા નિર્વાણને લાભ તેણે અવરે હતે; જિનબિંબની પૂજા અને દર્શનને પરિણામે પ્રાપ્ત થનાર દેવી અને માનુષી રિદ્ધિઓને પણ તેણે રુંધી હતી; ઉત્સવ પ્રસંગે આવેલા લોકોને સાધુઓદ્વારા થનાર ધર્મોપદેશ અને તે વડે ઘવારી તીર્થની ઉન્નતિ પણ અટકાવી હતી, અને તેથી દીર્ધકાળની સ્થિતિવાળું અને અશાતા વેદનીય દર્શનમોહનીય કર્મ તેણે ઉપાર્જન કર્યું હતું. રૌદ્રધ્યાનમાં રહેલો તે રુદ્રદત્ત નારકીનું આયુષ્ય ઉપાર્જન કરીને અપ્રતિષ્ઠાન નરકમાં પેદા થયે. ત્યાં સતત દુઃખ અનુભવીને તે મત્સ્ય થયું. ત્યાંથી પછી નારક અને તિર્યંચના ભામાં ફરતો તે ઘણા કાળે મગધા જનપદમાં સુગ્રામ નામે ગામમાં ગોતમ બ્રાહ્મણની અણુહરી નામની પત્નીના ઉદરમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં હતો ત્યારે જ તેને પિતા મરણ પામ્યા હતા. આથી “નિ શ્રીક ગૌતમ' (અભાગી ગૌતમ) તરીકે ઓળખાતો તે ઊછરવા લાગે તે છે માસનો થયો ત્યાં તો તેની માતા મરણ પામી. એટલે તેને માસો તેને પિતાને ઘેર લઈ ગયે. પણ તેની માસીએ કહ્યું, “આ લક્ષણ વગરનાને મારા ઘરમાં ન લાવશે, એ બહાર જ ભલે રહે.” આ પ્રમાણે અનાદર પામેલે તે જેમ તેમ કરીને આવ્યો અને અનુક્રમે યુવાવસ્થામાં આવ્યું. સાધુની પાસે ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી, અને તે અલાભ-પરિષહ સહન કરવા લાગ્યો. જેની લેણ્યા શુદ્ધ થઈ છે તથા જેને વૈરાગ્ય અચલિત રહેલે છે એવા તેને ચાર લબ્ધિઓ પ્રાપ્ત થઈ–કેષ્ટબુદ્ધિત્વ (કોઠારની માફક જેમાં ખૂબ જ્ઞાન સંગ્રહાય એવી બુદ્ધિ), ક્ષીરાશ્રવત્વ (જેનું વચન સાંભળનારને દૂધ જેવું મિષ્ટ લાગે તે), અક્ષણમહાનસિકત્વ (જે ભિક્ષામાં અંગઠે નાખે પછી તે ખૂટે નહીં) અને પદાનુસારિત્વ (માત્ર એક જ પદ સાંભળવાથી જે બધું જ જાણી શકે છે. આ પ્રમાણે પંદર હજાર વર્ષ સુધી સાધુપણું પાળ્યા પછી તે મહાશુક્ર કહ૫માં ઇન્દ્રને સામાનિક દેવ થયે.
હે રાજા! તું એમ જાણ કે-જે પેલે રુદ્રદત્ત, જે નિ:શ્રીક ગૌતમ તથા જે મહાશુકનો સામાનિક દેવ તે તું જ છે.” વસુદેવના પૂર્વભવ વિષે પ્રશ્ન
પછી વંદન કરીને રાજા અંધકવૃષ્ણિએ સાધુને ફરી વાર પૂછયું, “ભગવદ્ ! જે મારો દશમો પુત્ર વસુદેવ છે તે સ્વજન અને પરિજનોને અત્યંત વહાલે છે. તેણે પૂર્વભવમાં શું સુકૃત કર્યું હતું તે કહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org