________________
મુખ
[ ૧૩૭ ]
કરે તો) પિતે આત્મઘાત કરશે એમ કહ્યું. એમ છતાં પણ જ્યારે કન્યાએ તેને ઈચ્છો નહીં ત્યારે તે પોતાના ભવનમાં આવ્યું અને અન્ન-પાણીનો ત્યાગ કર્યો.
દેવી સત્યભામાએ આ સાંભળ્યું અને તેણે કંચુકીઓ મોકલ્યા. કંચુકીઓએ અનેક પ્રકારે સમજાવવા છતાં ભાનુએ માન્યું નહીં. પછી સત્યભામાએ પોતાના પિતા ઉગ્રસેનને પગે પડીને વિનંતી કરી, એટલે તે કન્યાના વેશમાં રહેલા સાંબ પાસે ગયા. સુભાનુના કુલ, રૂપ અને વૈભવનું વર્ણન કરતા ઉગ્રસેને તેને લોભાવવા પ્રયાસ કર્યો તેમજ સુભાનને મરણ પામવાનો નિશ્ચય પણ સૂચવ્યો. એટલે કન્યાએ કહ્યું, “આર્ય! દેવતાસ્વરૂપ એવા તમારું વચન જે હું કરું તે પેલી રાજપુત્રીઓની દાસીઓ “આ તે કુદિની જેવી છે” એમ કહીને મારું અપમાન કરશે. એ વખતે તમે મને કયાં છપાવશે ? માટે જાઓ, ધર્મ જાણવા છતાં મને અગ્નિમાં ન નાખશે.” આ સાંભળીને ઉગ્રસેન ગયા. પછી સત્યભામાએ કૃષ્ણને વિનંતી કરી, ““પુત્રના જીવનને ખાતર એ કન્યાને તમે કહો.” કૃષ્ણ આનાકાનીપૂર્વક એ વાત સ્વીકારી. પછી બન્ને જણ એ કન્યા પાસે ગયાં. ત્યાં સત્યભામાએ વિનંતી કરી. “પુત્રિ ! મને મારા પુત્રની ભિક્ષા આપ.” કન્યાએ કહ્યું, “આપના વચનથી મારી જાત બંધાઈ ચૂકી છે. પણ “મને કુમાર કદાચ પિતાની સર્વ પત્નીઓની બહાર રાખશે ” એવું જે શંકાશલ્ય મારા મનમાં પેદા થયું છે તે કેણ દૂર કરશે?”કૃષ્ણ અને સત્યભામાએ કહ્યું, “પુત્રિ! અમારા પુત્રની પાસે તું પહેલી; બીજી સર્વે તારી પછી.” કન્યાએ કહ્યું, “ભલે ત્યારે,” એટલે તેને પણ બીજી કન્યાઓની વચમાં લાવવામાં આવી.
ત્યાં તક મળતાં તેણે બધી કન્યાઓને કહ્યું, “હું તે ગણિક પુત્રી છું, એટલે મને બળાત્કારે અહિ લાવવામાં આવી છે પરંતુ તમે તે રાજકન્યાઓ હોવા છતાં અને બીજા દેવરૂપ યાદવકુમાર વિદ્યમાન હોવા છતાં સુભાનુને તમારું કન્યાદાન કેમ આપવામાં આવે છે?” એટલે મર્યાદા છોડીને એ રાજકન્યાઓ કહેવા લાગી, “તું સ્વતંત્ર છે અને અમે તે માતા-પિતાને વશ છીએ, માટે શું કરીએ?” કન્યાવેશધારી સાંબ તેમની આગળ સાંબના ગુણેનું વર્ણન કરવા લાગ્યો. પછી એ વાતચીતથી તે કન્યાઓને પ્રસન્ન થયેલી જાણીને તેમાંની કેટલીકને સાબે પિતાનું ખરું રૂપ બતાવ્યું. લગ્નના દિવસે તેને (સાંબને) ભાનુની પાસે બેસાડવામાં આવી, અને બીજી કન્યાઓને તેની પછી પંક્તિમાં બેસાડી. રૂપથી વિસ્મિત થયેલે સુભાનુ જ્યાં એ કન્યા તરફ તાકે છે ત્યાં સાંબ એની નજરે પડે છે. આથી “આ તો સાંબ છે” એમ બોલતે તે પાછો ખસે છે, ત્યાં ફરી કન્યા એની નજરે પડે છે. કન્યા રોવા માંડી કે, “મને પરિજનો “સાંબ ” કહે છે. અહીં કયાંય સાંબ રહેલ તમને દેખાય છે?” પણ કન્યારૂપધારી એ સાંબ ફરી ફરી સુભાનુને એમ જ બતાવતા હતા, તથા અંત:પુરના પરિજનોને પણ પોતાનું રૂપ દર્શાવતું હતું. આ ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org