________________
[ ૯૪]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
વગાડે. એ શંખનો શબ્દ સાંભળતી પદ્માવતી એકદમ ડરી અને કૃષ્ણના વક્ષ:સ્થળમાં લપાઈ ગઈ. કૃણે તેને આશ્વાસન આપ્યું. ક્ષત્રિયોની સેના પણ આ અપૂર્વ શબ્દ સાંભળવાથી દિમૂઢ થઈ ગઈ. નગરવાસીઓ માનવા લાગ્યા કે, “શું ધરતી કંપે છે ? અથવા સૂર્યમંડળ ધરતી ઉપર પડે છે? કે સમુદ્ર મર્યાદા ઓળંગે છે?” બધા સ્વસ્થ થાય એટલી વારમાં તે કૃષ્ણ કેટલાયે જન વીતાવી ગયા અને નિર્વિદને દ્વારવતીમાં પહોંચ્યા. સન્તુષ્ટ મનવાળી રોહિણી અને દેવકીએ ઘણી રીતે પદ્માવતીને સત્કાર કર્યો. તેને દેવનિર્મિત પ્રાસાદ અને પરિચારિકાઓ આપ્યાં. પદ્માવતીના પિતા રુધિર રાજાએ પણ તેને ઘણું ધન અને દાસીઓ મોકલી.
સિધુ દેશમાં વીતભય નામે નગર છે. ત્યાં મેરુ રાજ હતું, તેની ચંદ્રમતી નામે દેવી હતી. તેની પુત્રી ગૌરી નામે હતી. મેરુ રાજાએ દશાને કહેવરાવ્યું કે, “હું કૃષ્ણને મારી પુત્રી આપવા ઈચ્છું છું, તે આ સંબંધ બાંધીને મારા ઉપર કૃપા કરો.” દશારોએ અભિચંદ્રને મોકલ્યા. ને (ગૌરી સહિત) ઘણું ધન અને દાસ-દાસીઓ લઈને પાછા આવ્યા. વૃદ્ધ દશારોએ વાસુદેવ સાથે ગૌરીનું પાણિગ્રહણ કરાવ્યું. તેને પણ રત્નપ્રાસાદ આપવામાં આવ્યો.
ગાન્ધાર જનપદમાં પુષ્કલાવતી નગરીમાં નગ્નજિત રાજા હતો. તેને મરુમતી રાણી હતી. તેને પુત્ર વિશ્વસેન યુવરાજ હતા. વિશ્વસેનની બહેન ગાંધારી રૂપવતી હતી અને ચિત્રકળા તથા સંગીતકળામાં નિપુણ હતી. વિશ્વસેનની અનુમતિથી રામ સહિત કૃષ્ણ પરિવાર સહિત ગાંધારીને લઈને દ્વારવતીમાં આવ્યા. યાદવોએ ગાંધારીને પણ ઘણું રીતે સત્કાર કર્યો. દેવ-વિમાનના જેવો પ્રાસાદ તેને આપવામાં આવ્યા.
સિંહલદ્વીપમાં હિરણ્યલેમ રાજા હતા. તેની દેવી સુકુમારા નામે હતી. ઉત્તમ લક્ષણેથી યુક્ત એવી તેમની લક્ષ્મણા નામે પુત્રી હતી. એ રાજાને પુત્ર દ્વમસેન નામે યુવરાજ હતો. કૃણે દૂતને સિંહલદ્વીપ મોકલ્યા હતા, તે પાછા આવીને કહેવા લાગે,
દેવ! હિરણ્યલેમ રાજાની પુત્રી દેવતા જેવા રૂપવાળી છે અને તમારે માટે યોગ્ય છે. તે દક્ષિણ સમુદ્રને કિનારે સમુદ્ર સ્નાન કરતી દેવપૂજા નિમિત્તે એક માસ ગાળશે. તે વખતે દુમસેન એનું રક્ષણ કરશે, માટે આપ આ સ્ત્રીરત્ન ગ્રહણ કરવાને ઉદ્યમ કરે.” દૂતના આ વચનથી રામ અને કૃષ્ણ સમુદ્રકિનારે ગયા અને દુમસેનને મારીને લક્ષમણકુમારીને લઈને પોતાના નગરમાં આવ્યા. હિરણ્યમ રાજાએ ઘણું ધન મેકહ્યું, અને કહેવરાવ્યું કે, “પૂર્વે સંકલ્પલે મારો મનોરથ પૂરો થયે છે, માટે નમેલે એ હું આપને આજ્ઞાવશ છું.”
અરાક્ષરી નગરીમાં રાષ્ટ્રવર્ધન રાજા હતા. તેની દેવી વિનયવતી હતી, અને નમુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org