SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Wooooo0000 પીઠિકા = હવે, “વસુદેવે પિતાની તપશ્ચર્યાનું ફળ પરલોકમાં કેવી રીતે મેળવ્યું?” એમ રાજા શ્રેણિકે પ્રશ્ન પૂછતાં ભગવાન કહેવા લાગ્યા– આ મહાન ઈતિહાસ-પ્રાસાદના પાયારૂપ પીઠિકા હવે શરૂ થાય છે. પ્રદ્યુન અને સાંબકુમારની કથા પશ્ચિમ સમુદ્રની પાસે આવેલા તથા નિપુણ પુરુષોએ જેમના ગુણોનું વર્ણન કરેલું છે, એવા ચાર જનપદ છે. એ જનપદનાં નામ-આનર્ત, કુશાવર્ત, સુરાષ્ટ્ર અને શુક્રરાષ્ટ્ર છે. એ જનપદના અલંકારરૂપ, લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત નામે દેવે જેને માટે માર્ગ કરી આપે છે એવી, કુબેરની બુદ્ધિથી નિર્માણ થયેલી, સુવર્ણના કેટવાળી, નવ જન પહોળી અને બાર એજન લાંબી, રત્નની વર્ષાવડે જેમાંથી દરિદ્રતારૂપી દોષ દૂર થયે છે એવી, રત્નની કાતિવડે જેમાંથી અંધકાર નાશ પામે છે એવી, દેવોના ભવન સમાન તથા અનેક માળવાળા ગોળાકાર પ્રાસાદેવડે સુશોભિત તથા વિનીત, જ્ઞાની, મધુરભાષી, દાનશીલ અને દયાવાન, સુન્દર વેશ ધારણ કરનાર તથા શીલવાન સજજને વડે સંકીર્ણ એવી દ્વારવતી-દ્વારિકા નામે નગરી છે. એ નગરીની બહાર રત્નની કાન્તિથી દીપ્તિમાન શિખરનાં તેજકિરણો વડે ગગનને સ્પર્શ કરતે રૈવતક નામે પર્વત છે. મેરુ પર્વત જેમ દેવોના નંદનવનથી યુક્ત હોય તેમ એ રૈવતક પર્વત પણ (દેવના) નંદનવનનો ઉપહાસ કરનાર અને યાદવોના મનને આનંદ આપનાર નંદન નામે ઉદ્યાનથી યુક્ત હતે. એ દ્વારવતી નગરીમાં ધર્મના પ્રકારની જેમ કહિત કરનારા દશ દશારો રહેતા હતાં. તેમનાં નામ-સમુદ્રવિજય, અક્ષોભ, સ્તિમિત, સાગર, હિમવાનું, અચલ, ધરણું, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ એ પ્રમાણે હતાં. એ સર્વને માટે ઉગ્રસેન રાજા, ઈન્દ્ર જેમ દેવેને માન્ય હોય તેમ, માન્ય અને અનુલ્લંઘનીય હતો. એ પૈકી રાજા સમુદ્રવિજયના નેમિ-દઢનેમિ વગેરે પુત્રો હતા, અને બાકીનાઓના ઉદ્વવ વગેરે પુત્રો હતા. વસુદેવના અપૂર, સારણક, સુખદારક આદિ પુત્ર હતા. વસુદેવના એ પુત્રમાં મુખ્ય, અનુક્રમે જળ વગરના (ઊજળા) અને જળવાળા (શ્યામ) મેઘ સમાન કાન્તિવાળા, સૂર્યના સંપર્કથી વિકાસ પામેલા કમળ સમાન નયનવાળા, પૂર્ણ ચંદ્ર સમાન સામ્ય વદનચંદ્રવાળા, નાગની ફણા સમાન સુલિષ્ટ સાંધાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy