SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ ] વસુદેવ-હિંડો : : પ્રથમ ખંડ : કિનારે આશ્ચર્યજનક અને દર્શનીય રૂપવાળી એક કન્યા તેની નજરે પડી. એ જોઈને તેણે વિચાર્યું કે, “શું આ વનપ્રદેશની આ દેવતા હશે?” આમ વિચાર કરતો ધમિલ તેની પાસે ગયે, અને પૂછયું, “સુતનુ! તું કોણ છે? કયાં રહે છે ? અને ક્યાંથી આવે છે?” ત્યારે મૃદુ અને મધુર વચનવાળી તેણે કહ્યું, “સાંભળો, આર્યપુત્ર! અહીં દક્ષિણ તરફની વિદ્યાધરકેણિમાં શંખપુર નામે વિદ્યાધરનું નગર છે. ત્યાં પુરુષાનન્દ નામે રાજા છે, તેની પત્ની શ્યામલતા છે. તેમને કામન્મત્ત નામે પુત્ર છે અને વિદ્યુત્પતી તથા વિદ્યલલતા નામે બે પુત્રીઓ છે. એક વાર વિદ્યાધરએણિમાં કનકગિરિના શિખર ઉપર ધર્મશેષ નામે ચારણુશમણ સમેસર્યા. તેઓ જ્ઞાનાતિશયવાળા હતા. તેમનું આગમન સાંભળીને સર્વ વિદ્યાધરો વંદન કરવાને નીકળ્યા. ધર્મપ્રેમથી અને કંઈક કુતુહલથી વિદ્યાધરી શ્યામલતા પણ ત્યાં ગઈ. જેમણે રાગ, દ્વેષ અને મેહ દયા છે એવા તે ભગવાનને વંદન કરીને તે ધર્મ સાંભળવા લાગી. ઉપદેશ પૂરો થતાં તે ફરી વાર ચારણશ્રમણને પૂછવા લાગી, “હે ભગવન્! મારી પુત્રીઓનો પતિ કે શું થશે ?” એટલે પિતાના જ્ઞાનાતિશયથી જાણીને સાધુએ કહ્યું, “જે કામોન્મત્ત વિદ્યાધરને મારશે તેની એ પત્નીઓ થશે.” પછી સાધુનું વચન સાંભળીને હર્ષ અને વિષાદયુક્ત વદનવાળી તે સાધુને વંદન કરીને પોતાને ઘેર ગઈ. કામોન્મત્ત વિદ્યાધર પિતાની બહેને સાથે વિદ્યા સાધવા માટે આ વનપ્રદેશમાં આવ્યા. કનકવાલુકા નદીની પાસે તેણે વિદ્યાના પ્રભાવથી ભવન વિકુવ્યું. પછી ખેટ, નગર અને પટ્ટણીમાં ફરતે તે રાજાઓ, શ્રેષ્ઠીઓ, ઈભ્ય અને સાર્થવાહની સેળ કન્યાઓ પોતાની સાથે લાવ્યું. “મારી વિદ્યાઓ સિદ્ધ થતાં આ કન્યાઓ સાથે લગ્ન કરીશ” એમ નક્કી કરીને તેણે તે કન્યાઓને અહીં રાખી. એક વાર અમે આનંદમાં બેઠાં હતાં ત્યારે તેની બહેન વિદ્યન્મતીએ અમને આ બધું કહ્યું. અને તે આર્યપુત્ર! મેં પણ તમને તે જ કહ્યું છે. અમારામાં સૌથી પહેલી, રૂપમાં શ્રી સમાન શ્રીચંદા છે. આ ઉપરાંત સર્વાંગસુન્દરી વિચક્ષણ અને શ્રીસેના, ગંધર્વવિદ્યા અને ગાયનમાં કુશળ શ્રી, નૃત્ય, ગીત અને વારિત્રની વિશારદ સેના, રાગ-રાગણીઓની રચનામાં કુશળ વિજયસેના, માળાઓ બનાવવામાં કુશળ શ્રીસમા, દેવતાઓની પૂજામાં આસક્ત શ્રીદેવા, શય્યા રચવામાં નિપુણ સુમંગલા, આખ્યાયિકાઓમાં અને પુસ્તકવાચનમાં કુશળ સોમપુત્રા, વિશિષ્ટ કથા-વિજ્ઞાન અને નાટ્યશાસ્ત્રની જાણકાર મિત્રવતી, સ્વજનનું સ્વાગત કરવામાં નિપુણ યશોમતી, વિવિધ પ્રકારના વ્યાખ્યાનમાં વિશારદ ગાંધારી, પત્રછેદ્યની કલામાં વિચક્ષણ શ્રીમતી, પાણીને સુવાસિત કરવામાં કુશળ સુમિત્રા, અને હું મિત્રસેના એમ સર્વે મળીને અમે સોળ જણીઓ, હે આર્યપુત્ર, આ ભવનમાં રહીએ છીએ. “જ્યારે કામોન્મત્ત વિદ્યાઓ સાધી લેશે ત્યારે તે તમારું પાણિગ્રહણ કરશે” એમ તેની બહેને કહે છે. નવયૌવનમાં રહેલી, સહજ ઊગેલી રોમરાજિવાળી, વિકસતા સ્તનયુગલવાળી અને રતિરસની આકાંક્ષાવાળી અમે સર્વે તેની વિદ્યાઓ સિદ્ધ થવાની રાહ જેતી અહીં રહીએ છીએ. તે વિદ્યાધર સામે વાંસના જાળામાં બેઠેલે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy