SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : ~~ ~~~ ~~~ ^^ ^^ ^^^ ^^^^^^^^^ એટલે તે જોઈને બસ્મિલ્લને અભિનંદન આપતે યુવરાજ ગોષિની સાથે ઊઠ્યો અને વાહનમાં બેસીને પિતાના ભવનમાં ગયા. ધમિલ્લ પણ વિમલસેના અને કમલસેનાની સાથે રથમાં બેસીને ઘેર ગયે. પ્રથમ સમાગમ માટે ઉત્સુક હૃદયવાળા તેણે વિમલાની સાથે દિવસ ગાળે. પછી જ્યારે સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા થઈ, દીવા પ્રકટાયા, શય્યાઓ રચાઈ અને રતિને યે પુષ્પ, ગંધ અને અલંકારો ધારણ કરાયા તે સમયે કમલસેનાએ વિમલસેનાને નવવધૂને યેગ્ય શણગાર કર્યો. લજજાથી નમેલા મુખવાળી વિમલાને લઈને તે ધમિલ્લની પાસે ગઈ અને તેને કહ્યું, “આર્યપુત્ર! આ રાજપુત્રી છે, માટે તેનું સારી રીતે પાલન કરજે.” આમ કહીને કમલા ગઈ. પછી ધમિલે દેવાધિદેવને પ્રણામ કરીને, પિતાના જમણા હાથથી વિમલાને જમણે હાથ પકડી તેને ખોળામાં બેસાડી અને ગાઢ આલિંગન કર્યું. જેના સર્વાગે રોમાંચ થયાં છે એવી તથા સ્વભાવથી મૃદુ અંગોવાળી તે વિમલા નવા મેઘની ધારાથી છંટાયેલી ધરતીની જેમ આશ્વાસન પામી અને પિતે અંગે સહિત ધમિલ્લના હૃદયમાં પ્રવેશી. રતિરસાયણની તૃષ્ણાવાળા ધમ્મિલે રાજકન્યાને રતિસુખ પાયું. એ પ્રમાણે રતિપ્રસક્ત એવાં તે બનેની રાત વીતી ગઈ. પરસ્પરમાં નેહાનુરક્ત તેમને સમય સુખેથી વિતવા લાગે. નાગદત્તા સાથે મિલ્લનાં લગ્ન એક વાર પ્રણયવિષયક સંધિવિગ્રહ(રીસામણાં-મનામણ)માં કેપેલી વિમલાને મનાવતો બસ્મિલ્લ બે કે, “પ્રિયે વસન્તતિલકે! ઝાઝી રસ ન કરીશ, તારા સેવકજન ઉપર અનુગ્રહ કર અને પ્રસન્ન થા.” એટલે અપૂર્વ વચનવાળી અને ઇર્ષાના રોષને લીધે જેનું સર્વાગ કંપ્યું છે એવી, તે વિમલા બેલી કે, “અરે અનાર્ય! કયાં છે તારી વસન્તતિલકા ?” પછી અશ્રપૂર્ણ નયનવાળી, ભરાઈ ગયેલા ગદ્દગદ હૃદયવાળી, જેણે દાંતવડે હઠ દબાવ્યા છે એવી, ત્રણ રેખાઓ વડે યુક્ત કપાળ ઉપર ભૂકુટિ વાંકી કરીને અવ્યક્ત બેલતી, માથું ધુણાવતી, જેને અંબેડે છૂટી ગયે છે એવી, અંબેડામાંથી છૂટી પડેલાં ઉછળતાં કુસુમવાળી, તથા જેનું ખસી પડતું રક્તાંશુક કટિમેખલામાં વળગી રહ્યું એવી તે વિમલસેનાએ વિવિધ પ્રકારના મણિ સહિત વિચિત્ર મુક્તા-જાળવડે શોભતા, નૂ પુરવડે શબ્દાયમાન, અનુક્રમે સુન્દર આંગળીઓવાળા, કમળદળ જેવા કેમળ, રક્ત અશોકના સ્તબક જેવા રાતા, સુન્દર અળતાના. રસથી આદ્ર અને કેપને કારણે પ્રસ્વેદયુક્ત એવા પિતાના પગવડે ધમ્મિલ્લને લાત મારી. રોષથી પરવશ થયેલા હૃદયવાળી તેણે કહ્યું, “જાઓ, એ વસન્તતિલકા તમારા ઉપર અનુગ્રહ કરશે.” વિમલાના ઈર્ષ્યા–રોષનું બહાનું મળવાથી જેને સન્તોષ થયેલો છે એ, અંદરના સુખથી હૃદયમાં હસતો તે ધમ્મિલ ઘરમાંથી બહાર નીકળે; અને રાજમાર્ગ ઉપર ગયે. ત્યાં રાજમાર્ગની નજદીક રાત્રિના છેલ્લા પહેરે અર્ધા બંધ કરેલા કમાડવાળું, જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy