________________
ધમ્મિલ-હિંડી
[૬૩]
આ સાંભળીને “હું જાઉં છું, તેને શોધી લાવું છું” એમ કહીને વિનીતક ત્યાંથી નીકળ્યો અને અનુક્રમે ચાલતાં પિતાને ઘેર પહોંચ્યો. માતા-પિતાએ તેને જે, અને આનંદનાં અશ્રુ સાથે તેમણે તેને આલિંગન કર્યું. પછી તેમણે ધન સાર્થવાહને પત્ર લખ્યો કે, “તમારો જમાઈ આવી ગયા છે. ” પછી તે સમુદ્રદત્ત માતા-પિતા તથા મિત્રોની સાથે સસરાને ત્યાં ગયે. ત્યાં એને ફરી વાર વિવાહ કરવામાં આવ્યો. પોતાની જાતને છૂપાવતે તે ધનશ્રી આગળ તો વિનીતકના વેશમાં જ છત થયો. રાત્રે વાસઘરમાં જઈ દીવા બુઝાવી તેની સાથે ભેગ ભેગવવા લાગ્યો. પછી ઘનશ્રીએ પોતાના પતિનું રૂપ જેવા માટે છાની રીતે દી રાખીને તેને નિહાળે, તો એ તો વિનીતક જ હતો. એટલે તેણે સર્વ હકીકત જાણી. ધમ્મિલની તપશ્ચર્યા અને ફલપ્રાપ્તિ
આ પ્રમાણે ભગવન! સ્ત્રીઓ અનેક પ્રકારની હોય છે, માટે માતા-પિતાના વિયોગથી તથા વૈભવ નાશ પામવાથી દુઃખી થયેલા મને એ ઉપાય બતાવે, જેથી હું વૈભવને પામું. જેની કામગની તૃષ્ણ દૂર થઈ નથી એ હું આ લેકનાં સુખો ભેગવવા ઈચ્છું છું.”
એટલે અગડદત્ત મુનિએ કહ્યું, “વિદ્યાફલ, દેવતાની કૃપા વગેરે માટેના ઘણા ઉપાયે જિનશાસનમાં છે. એમાં દેવતાઓ ઉપવાસ અને ભક્તિપૂર્વક આરાધવામાં આવે તે ઈચ્છિત ફળ આપે છે. વિદ્યાઓ પણ પુરશ્ચરણ અને બલિવિધાનથી સિદ્ધ થાય છે. ઉપવાસવિધિઓ પણ અનેક પ્રકારની છે, જે આ લોકમાં અને પરલોકમાં ફળ આપે છે. આમાં સાધુઓ ઉપવાસને અમોઘ ગણે છે. જે માણસ છ માસ સુધી આયંબિલ કરે છે તેને આ લેકમાં ઈચ્છિત ફલપ્રાપ્તિ થાય છે.” ધમિલે કહ્યું, “ભગવન્! હું આયંબિલ કરીશ.” પછી અગડદત્ત મુનિએ તેને દ્રવ્યલિંગ-સાધુનું લિંગ ધારણ કરાવ્યું, અને યોગ્ય ઉપકરણ આપ્યાં. પછી તેણે આયંબિલનો પ્રારંભ કર્યો. માસુક આહારપાણી લેતાં તેના છ માસ વીતી ગયા.
આ તપશ્ચર્યાથી કુશ બનેલા શરીરવાળે ઘસ્મિલ્લ ઉપકરણનો ત્યાગ કરીને અગડદત્તને પગે પડીને નીકળે. ચાલતાં ચાલતાં તેણે એક ભૂતગૃહ-વ્યંતરનું મન્દિર જોયું, તેમાં પ્રવેશ કરીને તે બેઠો. એટલામાં સુર્ય આથમી ગયા. તપથી કૃશ શરીરવાળે ધર્મિલ પણ ઊંઘી ગયે. એ વખતે દેવતાએ કહ્યું –
" आसस वीसस धम्मिल ! लब्भिसि माणुस्सए तुम भोए ।
बत्तीसं कण्णाओ विजाहर-राय-इब्भाणं ॥ અર્થાત્ હે મિલ! તું ધીરજ ઘર, શાન્ત થા; માનુષી ભેગો તું પ્રાપ્ત કરીશ અને વિદ્યાધરો, રાજાઓ તથા ઇભ્યોની બત્રીશ કન્યાઓને વરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org