________________
| [ દર ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
-
પિતાને ઘેર લઈ જઈને પરિજનોને ભેગાં કરીને કહ્યું, “આ વિનીતક જે કંઈ આપે તે તમારે લેવું. એની આજ્ઞા તમારે ઊથાપવી નહીં.” પછી તે વિનીતક ઘેર રહેવા લાગે, તથા ખાસ કરીને ધનશ્રીનું જે દાસીકમ તે પોતાને હાથે જ કરવા લાગ્યા. એમ કરતાં ધનશ્રીને તે સર્વ રીતે વિશ્વાસપાત્ર . *
એ નગરમાં રાજાને સેવક એક દંડી-ન્યાયાધીશ રહેતો હતો. એક વાર ધનશ્રી પાછલા પહેરે સાત માળવાળા પ્રાસાદની અગાશીમાં વિનીતકની સાથે તાલ ખાતી બેઠી હતી. પેલે દંડી સ્નાન કરી અલંકાર પહેરીને એ ભવનની પાસે થઈને જતે હતે. ધનશ્રીએ તબેલ ફેંકયું. તે દંડીની ઉપર પડયું. દંડીએ તેની તરફ નજર નાખી અને જાણે મૂર્તિમાન દેવતા હોય એવી તેને જોઈ. આથી કામદેવનાં બાણ વડે પીડાતા શરીરવાળે તે તેને સમાગમ માટે ઉત્સુક થયે. તેણે વિચાર્યું કે, “આ વિનીતક ધનશ્રીને સર્વ રીતે વિશ્વાસપાત્ર છે. એને પ્રસન્ન કરું. તેની કૃપાથી ધનશ્રી સાથે મારે સમાગમ થશે.”
પછી એક વાર તે દંડી વિનીતકને પિતાને ઘેર લઈ ગયે. વિનીતકને પૂજા-સત્કાર કરી પગે પડીને તેણે કહ્યું, “ધનશ્રી સાથે મારો સંગ થાય તેમ કરો.” વિનીતક પણ
ભલે” એમ કહીને ઘનશ્રીની પાસે ગયે. સમય જાણીને તેણે દંડીનું વચન ધનશ્રીને કહ્યું, એટલે કેધ પામેલી ધનશ્રી બેલી, “માત્ર તું જ મારી આગળ આવું બે છે. બીજે કઈ બે હોત તે જીવતો ન રહેત.” પછી બીજે દિવસે તે બહાર નીકળે, એટલે પેલે દંડી તેને મળે, અને પૂછ્યું, “કેમ કામ થયું ?” ધનશ્રીનું વચન છુપાવતા વિનીતકે કહ્યું, “ઈશું.” ફરી વાર પણ દંડીએ દાન-માનથી તેને પોતાનો કરીને મોકલ્યો. પછી તે ધનશ્રી પાસે આવીને તેની આગળ ઉદાસ અને મૂંગે બનીને બેઠો. તેની મનની વાત જાણીને ઘનશ્રીએ પૂછયું, “કેમ, હવે તને દંડી કંઈ કહે છે ?” તે બોલ્યા, “હા” એટલે ધનશ્રીએ કહ્યું, “ફરી વાર તારે તેની પાસે ન જવું.” ફરી એકવાર ધનશ્રીએ પૂછયું, ત્યારે વિનીતક મૂંગે જ બેસી રહ્યો. એટલે એનું મન રાખવા માટે ધનશ્રીએ કહ્યું,
જા. એ દંડીને મારે સંદેશો આપ કે અશોકવાટિકામાં આજ સાંજે તે આવે.” વિનીતકે સંદેશો કહ્યો. પછી તે ધનશ્રી અશોકવાટિકામાં શય્યા પાથરીને તથા કેફી પદ્ય લઈને વિનીતકની સાથે બેઠી. પેલે દંડી આવે એટલે તેણે હાવભાવપૂર્વક તેને મદ્ય આપ્યું. એ પીવાથી દંડી બેભાન થઈ ગયે. તેની જ તલવાર કાઢીને ધનશ્રીએ તેનું માથું કાપી નાખ્યું. પછી વિનીતકને કહ્યું, “તે આ અનર્થ કરાવ્ય, માટે તારું પણ માથું કાપી નાખું છું.” વિનીતકે પગે પડીને ક્ષમા માગી. ધનશ્રીની સૂચનાથી ખા બેદીને દંડીના શબને તેમાં નાખ્યું.
પછી એક વાર સુખપૂર્વક બેઠેલી ધનશ્રીને વિનીતકે પૂછયું, “સુન્દરિ! તને કેની સાથે પરણાવેલી હતી?” તેણે જવાબ આપે કે, “ઉજયિનીના સમુદ્રદત્ત સાથે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org