________________
[ પ ]
વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ:
યૂથથી છૂટા પડેલા, એકલા, લાંબા વાળવાળા, માર્ગની બાજુમાં ઊભેલા વનહતીને મેં જે. શ્યામદત્તા એને જોઈને ભય પામી. શ્યામદત્તાને મેં આશ્વાસન આપીને કહ્યું, “આપણું રથના અવાજ પ્રત્યે કાન માંડીને રોષ પામેલે તથા અતિ ઉગ્રતાથી દેડવાની ઈચછાથી ભૂમિ ઉપર મૂકેલા જઘનભાગને કારણે જાણે ચૂંટી ગયેલ હોય એવો આ હાથી દેખાય છે.” પછી તે પિતાની સૂંઢને અગ્રભાગ વીંઝીને, આંખે ફાડીને, ભયંકર ચીસ પાડીને, સૂંઢ જમીન ઉપર પછાડીને મને મારી નાખવા માટે જોરથી દો . તે દેડતા હાથીને કુંભસ્થળ ઉપર મેં શીઘ્રતાથી અને ચપળતાથી ત્રણ બાણ માર્યો. એ બાણના ગાઢ પ્રહારથી દુઃખ પામતા શરીરવાળો તે ચીસ પાડીને ઝાડની ડાળીઓ ભાંગી નાખત ત્યાંથી નાઠો. ભય દૂર થતાં સ્પામદત્તાએ પૂછયું, “શું તે હાથી નાસી ગયે?” મેં કહ્યું, “સુતનુ! હા, નાસી ગયે.”
પછી અમે આગળ ચાલ્યાં, અને થોડેક દૂર ગયાં ત્યાં લુહારની ધમધમતી ભઠ્ઠીના જે અવાજ સાંભળે. મારા હૃદયમાં શંકા થઈ કે “નક્કો અહીં સર્પ હશે.” ત્યાં તે માર્ગમાં જ સામે રહેલા, કાજળના ઢગલા જેવી કાન્તિવાળા, લપલપાટ કરતી બે જીભવાળા, ઉત્કટ, સ્કુટ, વિકટ, કુટિલ, કર્કશ અને વિકૃત ફટાટોપ કરવામાં કુશળ તથા જેણે ત્રીજા ભાગનું શરીર ઊંચું કર્યું છે એવા મોટી ફણાવાળા નાગને અમે જોયે. સ્પામદત્તા ભય પામી, પણ મેં તેને ધીરજ આપી. ઘેડા અને રથના શબ્દથી રોષ પામેલે નાગ દો. એ દેશે ત્યાં તો પહેળા યંત્રમાંથી છડેલા અર્ધચંદ્ર બાણથી તેનું માથું ફણાસહિત કાપીને મેં ધરતી ઉપર પાડ્યું. એને આ પ્રમાણે પરકમાં પણ બનાવીને અમે આગળ ચાલ્યાં.
એટલામાં સામે જ અપરિશ્રાત યમદેવના જેવા દુઃખકારક, લાંબી કેસરાવાળા, લાંબા અને ઊછળતા પૂંછડાવાળા, રક્તકમળના પત્રના સમૂહ જેવી જીભ હલાવતા, કુટિલ અને તીણ દાઢવાળા, ઊંચા કરેલા લાંબા પૂંછડાવાળા, અતિભીષણ વાઘને અમે જોયે. પૂર્વે જેણે ભય જે નથી એવી, હીનેલી, જેનાં સર્વે અંગે થરથર કંપે છે એવી તથા ઉદ્વિગ્ન ચિત્તવાળી શ્યામદત્તા તે ભયંકર વાઘને ટગર ટગર જોઈ રહી. મેં તેને કહ્યું,
સુન્દરિ! ડરીશ નહી.” તે વાઘ કૂદતો મારી તરફ દેડ્યો. તે દોડતું હતું ત્યાં જ કણેરના પત્રના સમૂહ જેવાં લાલ ફળાંવાળાં પાંચ બાણ મેં તેના મેમાં છોડ્યાં. એ બાણને ગાઢ પ્રહાર લાગતાં તે નાસી ગયો.
ફરી પાછું, અમે જોતાં હતાં ત્યાં જ અનેક પ્રકારનાં શસ્ત્રો અને બખ્તરથી સંકુલ, હર્ષની ચીચીરીઓ કરતું, અને વિવિધ પ્રકારનાં હથિયાર તેમજ બખ્તરે ધારણ કરેલું એક કટક આવી પહોંચ્યું. મેં વિચાર્યું કે, “અમને લૂંટવા માટે ચેરે અહીં આવતા
૧. વાધને કેશવાળી હોતી નથી, એટલે આ વર્ણનની સુસંગતિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org