SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : નહીં એવા લાલ હેઠવાળી, મયુક્ત, શુદ્ધ અને સુન્દર દંતપંક્તિવાળી, રક્ત કમળના પત્ર જેવી જીભવાળી, ઉત્તમ અને ઉન્નત નાસિકાવાળી, પોશમાં સમાય એવી, લાંબી, નીલ કમળના પત્ર જેવી આંખેવાળી, સંગત ભૂકુટિવાળી, પાંચમના ચંદ્રસમાન લલાટપટ્ટવાળી તથા કાજળ અને ભ્રમરોના સમૂહ જેવા કાળા, મૃદુ, વિશદ અને જેમાંથી સુગંધ નીકળે છે એવા સર્વ કુસુમોવડે સુવાસિત અને ભતા કેશપાશવાળી, સર્વે અંગ-ઉપાંગમાં પ્રશસ્ત અને અવિસ્તૃષ્ણ રીતે દર્શન કરવા લાયક તે સુન્દરીને મેં જે ઈ. વિચાર કર્યો કે, “શું આ કોઈ આ ભવનની દેવતા હશે? કે માનવ સ્ત્રી હશે?” પછી મેં ધ્યાનપૂર્વક જોયું કે એનાં નયન નિમેન્મેષ કરે છે, અને એથી જાણ્યું કે આ દેવતા નથી, પણ માનવી છે. પછી મેં એને પૂછયું કે, “ભદ્રે ! તું કોણ છે? કેની છે? અને કયાંથી આવે છે?” ત્યારે તેણે સ્મિત હાસ્ય વડે રૂપસુન્દર અને શુદ્ધ દંતપંક્તિ બતાવતાં અને ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખેતરતાં જવાબ આપ્યો કે, “આર્યપુત્ર ! આ પાડોશના ભવનના ગૃહપતિ યક્ષદત્તની પુત્રી હું શ્યામદત્તા નામે છું. ઘણે સમય થયા મેં તમને અભ્યાસ કરતા જોયા છે, અને જોતાં વેંત તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. કામદેવના શરપ્રહારથી દુઃખ પામતા હૃદયવાળી અશરણ એવી હું તે સમયથી માંડીને શાતિ નહીં પામતી તમારે શરણે આવી છું. મારા સમાગમની તમે અવજ્ઞા ન કરશે. તમારાવડે અવજ્ઞા પામતાં તમારા વિરહથી દુઃખી થઈને હું ક્ષણમાત્ર પણુ જીવી શકીશ નહીં.” આમ કહીને તે મારે પગે પડી. મેં તેને ઊઠાડીને કહ્યું, સુતનુ! એમ કરવામાં અવિનય અને અપયશ બને થાય તેમ છે. ગુરુના ઘેર રહીને વિનયનું ઉલ્લંઘન કરવું યેગ્ય નથી.” એટલે એણે મને ફરીથી કહ્યું, “ભતૃદારક! જે સ્ત્રી અથવા પુરુષ કુળમાં અથવા શીલમાં કલંક ન આવે તેવી રીતે વર્તે છે તે કામી ગણાતાં નથી.” મેં કહ્યું, “ભલે પણ મારા શરીરના અને જીવનના સેગન આપીને કહું છું કે થોડા દિવસ રાહ જે. ત્યાં સુધીમાં ઉજજયિની પાછા જવાનો ઉપાય હું વિચારી રાખીશ.” આ પ્રમાણે ઘણું સોગન આપીને તેને સમજાવી, એટલે તે પોતાને ઘેર ગઈ. કામદેવનડે સોસાતા શરીરવાળો હું પણ તેના એ રૂપના અતિશયને હૃદયમાં ધારણ કરતો, મનમાં તેનું જ ચિત્વન કરતો અને તેના સમાગમના ઉપાય વિચારતો જેમ તેમ કરીને દિવસ ગાળવા લાગે, તથા ગુરુની લજજાથી મારા અનાચારને છુપાવતે રહેવા લાગ્યું. પછી જેની વિદ્યા સિદ્ધ થઈ છે એવો હું એક વાર ગુરુની અનુજ્ઞા લઈને મારી કુશળતા બતાવવા માટે રાજદરબારમાં ગયે. ત્યાં મેં તલવાર અને ઢાલનું ગ્રહણ, હાથીને ખેલાવવા, ભ્રમંત ચક્ર, ગત્યંતર ગત ઈત્યાદિ બધી વિદ્યા યોગ્ય રીતે બતાવી. બધા ૧. ભ્રમંતચક્ર અને ગત્યંતર ગત એ અસ્ત્રવિદ્યા અથવા મલ્લવિદ્યાના કેઈ પ્રકારે હશે. પણ અત્યારે એ શબ્દોને અર્થ સમજાતું નથી. અનંતરાયું પછી મૂળમાં વાઢયયવિચારીયં શબ્દ છે તે પણ આ જ કોઈ પ્રકાર હશે, પરંતુ તેની તે સંસ્કૃત છાયા કે અટકળ અર્થ પણ કરવો મુશ્કેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy