________________
( ૪ )
is
એક મુસાફર જેમ નલરાજા પાસે આવી દમયંતીના અસાધારણ રૂ૫ ગુણનું વર્ણન કરેલ છે તેમ હસે સતી દમયંતી પાસે આવી નલરાજાના સુંદર દેહ, ગુણ, મહિમા અને માહાસ્યનું વૃત્તાંત જણાવેલ છે તે. તથા ઋતુ, નગરરચના અને પ્રાસંગિક સમયેચિત અનેક ઘટનાઓ વગેરેનું સાથે આપેલું વર્ણન મનન કરવા જેવું હોઈ ગ્રંથકર્તાની અસાધારણ વિદ્વત્તા અને ગ્રંથની સુંદર શૈલી માટે સર્વને માને ઉત્પન્ન થયા સિવાય રહેતું નથી.
આ સતી શિરોમણી શ્રી દમયંતીનું ચરિત્ર સુંદર, રસિક, બધપ્રદ અન્ય જાણવા ગ્ય વિવિધ વિષયે સહિત અને આપણું બહેને માટે અનુકરણીય હોવાથી આ ઉત્તમોત્તમ ચરિત્ર સાથે કોઈ પુણ્યશાળી આદર્શ બહેનનું નામ અંકિત થાય તે તેને સુંદર મેળ થયે કહેવાય તેમ સભાની ઈચ્છા હતી. દરમ્યાન આ સભાના પરમશ્રદ્ધાળ અને આ સભાને જેમણે પિતાના કુટુંબની માનેલ છે, સાથે સભા ઉપર અત્યંત પ્રેમ, લાગણી અને તેની વિશેષ પ્રગતિ કેમ થાય તેવી નિરંતર ભાવનાવાળા માનનીય બંધુ ફતેહચંદ ઝવેરભાઈએ પોતાના પરમ સ્નેહી દાનવીર શેઠ શ્રી મણિલાલ વનમાળીદાસ કુંડલાનિવાસી( હાલ કલકત્તા)ને જણાવતાં પિતાના સદગત સુશીલ શ્રીમતી સૂરજ બહેનના ઉપકારનું ઋણ અદા કરવા તે બહેનનું નામ આ ચરિત્ર ગ્રંથમાળા તરીકે પ્રકટ કરવા આ સભાને ધારા પ્રમાણે આર્થિક સહાય આપવાથી આ ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યા છે જેથી દાનવીર શેઠ મણિલાલ વનમાળીદાસને આભાર માનવામાં આવે છે અને આ સભાના ઉપપ્રમુખ શ્રીયુત ફતેહચંદભાઈએ જે પ્રયાસ કરી સાહિત્યસેવા અને જ્ઞાનભક્તિ કરી છે તે માટે તેમને પણ સભા આભાર ભૂલી શકતી નથી.
હજીસુધી છાપકામની સઘળી વસ્તુઓની અતિ મેઘવારી હોવા છતાં આવા પૂજય પૂર્વાચાર્ય મહારાજકૃત ઉત્તમ સાહિત્ય નું સુંદર સચિત્ર પ્રકાશન કરવા માટે ગ્રંથમાળા માટે મળેલી આર્થિક સહાય કરતાં વિશેષ ખર્ચ કરવો પડે છે, કારણ કે આવા ચરિત્રની આંતરિક અનુપમ વસ્તુ અતિ સુંદર હોવાથી બહાર સુંદરતામાં વૃદ્ધિ કરવી પડે છે, તે દષ્ટિ ધ્યાનમાં રાખીને જ આવા ચરિત્ર ગ્રંથનું પ્રકાશન કરવામાં આવે છે.
આ ગ્રંથને અનુવાદ પંડિત જગજીવનદાસ પોપટલાલે બહુ જ કાળજીપૂર્વક કરેલે હેવાથી છે અમારો આનંદ તે માટે વ્યકત કરીયે છીએ.
આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં દષ્ટિદેષ, પ્રેસદોષ કે અન્ય કારણોથી આ ચરિત્ર ગ્રંથમાં કોઈ સ્થળે ખલના જણાય તે ક્ષમા માંગવા સાથે અમોને જણાવવા નમ્ર વિનંતિ છે.
ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ,
આત્માનંદ ભવન. વીર સંવત. ૨૪૭૫ વિ. સં. ૨૦૦૫ શ્રી પવિત્ર શત્રુ જય તીર્થ : શ્રી ઋષભદેવ
પ્રભુ પ્રતિષ્ઠા-વર્ષગાંઠ દિવસ, વૈશાક વદી ૬ બુધવાર,
તા. ૧૮-૫–૪૮.
ભાવનગર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org