________________
| [ ૧૮ ]
શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સગ બીજો.
@
વ્યાપ્ત બની ગયું. વળી તે પ્રસંગે ઇંદ્રને અનુસરનારા દેવના દંડ(નેજા)વાળા, ધ્વજાઓવાળા, પૂર્ણ કુંભવાળા, અવાજ કરતી ઘુઘરીઓવાળા, સુંદર ચંદરવાવાળા, મનમોહક, સુંદર પલંગથી યુક્ત, મંદાર નામના કલ્પવૃક્ષની માળાની સુવાસથી એકઠા થયેલ ભમરાઓના ઝંકારવથી વ્યાપ્ત વિમાન વડે ચેતરફથી ઘેરાયેલું આકાશ શોભી ઊઠયું. જ્યારે તે વિમાનો પસાર થવા લાગ્યા ત્યારે કોઈ સ્થળે ચંદ્ર પોતે પૂર્ણ કળશ જેવો દેખાવા લાગે, નક્ષત્ર ગણુ ખીલેલા પુષની જેવા દેખાવા લાગ્યા, મેઘો આવર(પડદ)રૂપે બન્યા અને વીજળીઓએ ધ્વજાની ચંચળતાને ધારણ કરી એટલે કવચિત્ કવચિત ઉદ્યોત કરવા લાગી. સ્વર્ગગંગાના શીતળ જળકના સમૂહથી આદ્ર બનેલ વાયુવાળા, ભારંડ પક્ષીઓના પ્રચંડ અવાજ યુક્ત દિશા-પ્રદેશવાળા, અગાધ આકાશને વેગપૂર્વક પસાર કરીને તે ઇંદ્રાદિ દેવો પૃથ્વી પીઠ નજીક આવી પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org