SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નળચરિત્ર કહેવા માટે દમયંતીએ હંસને કરેલ પ્રાર્થના. [ ૪૧ ] - ~-~~ ~ તારા પક્ષીઓ મહામાત્ય કરતાં પણ ચઢીયાતા અને વિશ્વને વિસ્મય ઉપજાવનારા છે. આ મહાત્મા હંસ મારા ઉદ્યાનમાં શા માટે આવ્યું હશે ? શું નળરાજાએ જ આને અહીં મોકલ્યા હશે? અરે! મંદભાગ્યવાળી એવી મારું તેવું અદ્દભુત નશીબ કયાંથી હોય? તેના પ્રત્યેના મારા પ્રેમને તે નળરાજા શું જાણે છે? મને લાગે છે કે તેથી નળરાજને આ દીર્ઘજીવી ક્રિીડાહંસ આજે મારા ઉદ્યાનમાં આવ્યો જણાય છે. આ હંસરૂપી તીર્થદ્વારા નળના બંને કર્ણમાં પ્રવેશ પામીને જે હું તેના હૃદયમાં સ્થાન મેળવું તે મારું કર્યું કાર્ય સિદ્ધ ન થાય? “ભલે એમ થાઓ” એ પ્રમાણે લાંબા સમય સુધી વિચારીને વિશાળ નેત્રવાળી ને નિર્મળ હાસ્યવાળી દમયંતી આદરપૂર્વક બેલી કે-“હે આર્ય છે! રાજ. સભાને લાયક ! સૌમ્ય ! સવગે સુંદર! કમલિનીના વનના શુંગાર સદૃશ! હે રાજહંસ! તું દીર્ઘ સમય પર્યત જય પામ, મારી પાસે આવેલ તું દૂર સુધી લઈ જવા છે તે હે પક્ષીરાજ મારા તે અગ્ય આચરણને તું માફ કર; કારણ કે જે ક્ષણથી તું મારી નજરે પડે છે ત્યારથી જ સૌથી પ્રથમ મારું મંગળ કરાયું છે અને ફરીથી તારા દ્વારા પણ પ્રિય પ્રાપ્ત કરવાને મારી ઈચ્છા છે, તે હે હંસ! ત્રણ જગતના પ્રાણી માત્રના મનરૂપી વનને વિકસિત કરવામાં જેનો યશ સર્વત્ર પવૃષ્ટિ સમાન વૃત્તાંતના સમૂહથી શોભી રહેલ છે તે ધનુર્ધારી મહારાજા નળ કેણ છે? તેને આદિથી અંત સુધી વૃત્તાંત મહેરબાની કરીને તું મને કહે.” ત્યારે હંસ બોલ્યા કે-“હે કમલાક્ષી ! જેને વિશ્વને જીતનાર ગુણસમુદાય અંતઃકરણને તથા ચંદ્રને રંજિત કરે છે તેમજ શત્રુ અને વિદ્વાનને વશીભૂત બનાવે છે તે પશિરોમણિ નળરાજનું વૃત્તાંત તું સાંભળ. તેનું વર્ણન કરવાને સાક્ષાત્ સરસ્વતી જ સમર્થ બની શકે, હું તો માત્ર તારા કૌતુકની ખાતર જ આ વિષયમાં યત્કિંચિત યત્ન કરું છું, તે જે હું સંપૂર્ણ વૃત્તાંત ન કહી સંભળાવું તે તું મને માફ કરજે.” આવી રીતે ચકોર દષ્ટિવાળી દમયંતી પ્રત્યે બેલતા હંસે સંપૂર્ણ નળચરિત્ર સ્પષ્ટતાપૂર્વક કહી સંભળાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy