SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છે સર્ગ ચોથે - -- de+ [ નળને મળેલ ભિક્ષાચર : દંડક વનનું ઉત્પત્તિવર્ણન : ભિક્ષાચરે કરેલ કેઈ એક રાજકુમારી( દમયંતી)નું મને હર વર્ણન.] મનનન નનનન આ સમયે કપીન (લગેટ ) ધારણ કરેલે, દુર્બલ દેહવાળો, વિચક્ષણ, પરદેશી, અને « વેલના રેસાથી બાંધેલ જટાવાળો કઈ એક ભિક્ષુક ત્યાં આવી ચડ્યો. તેના હાથમાં લાકડી–દંડ હતું, ગળે પત્થરના પારાની માળા હતી, ખભા પર ધાબળો હતો અને સોપારીની છાલ જેવું સફેદ પાત્ર(કમંડળ) હતું. રાજાનું વિશેષ સૌભાગ્યશાલી શરીર જોઈને તે ચતુર લાંબા સમય પર્યત મનમાં વિચાર કરવા લાગ્યો કે“સમુદ્ર જેવા ગાંભવાળે, ચંદ્રની જેવા શાનો સ્વભાવ યુક્ત, ગુરુજનની માફક સંગ કરવા લાયક અને પર્વતની જેવા સામર્થ્યવાળે તેમજ જેના ચક્ર, ધનુષ્ય, અંકુશાદિ સંપૂર્ણ લક્ષણો સ્પષ્ટ રીતે યોગ્ય સ્થાને રહેલા છે તેવળી જેવી રીતે લક્ષણોનું અધિકપણું છે તેવી જ રીતે ગુણસમુદાય પણ વિશેષ છે, માટે ખરેખર આ કઈ સાગર અગર તે પૃથ્વીપીઠને સવામી રાજા જણાય છે. રાજાઓ, મહાન્ તીર્થો, શ્રેષ્ઠ ઔષધીઓ અને મુનીશ્વર ઘણું કરીને અ૫ ભાગ્યશાળી માટે દુર્લભ દર્શનવાળા હોય છે અર્થાત હીન ભાગ્યવાળા લેકે તેઓના દર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. આવી વ્યકિતઓની સાથે મેળાપ એ સદ્દભાગ્યની નિશાની છે. ” આ પ્રમાણે વિચારીને વિનયી એવા તેણે રાજાને આશીર્વાદ આપે. क्षमाधार ! क्षमाधार ! महाकर ! महाकर ! सदानंद ! सदानन्द ! सभाजनसभाजन ! ॥९॥ प्रोतायाः कालसूत्रेण सृष्टिश्रेणेविभिद्य यः । एको मणिरिव भाति पातु स त्वां त्रिकालवित् ॥ १० ॥ ( युग्मम् )। [ જંપ ૨, ૩ ૪]. હે ક્ષમાને ધારણ કરવાવાળા ! હે પૃથ્વી પતિ ! હે મહાભુજાવાળા ! હે ગુણરૂપી રત્નની ખાણ સમાન ! હે હંમેશાં આનંદી ! હે સજજનોને આનંદ ઉપજાવનાર ! હે યોગ્ય પુરુષોવાળી સભાવાળા રાજન્ ! કાળરૂપી દોરાવડે એટલે ભૂત, ભાવી અને વર્તમાન સમયરૂપી દોરાવડે બંધાયેલી સૃષ્ટિની શ્રેણીને ભેદીને–તેની આરપાર જઈને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy