SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નલ રાજાનું નિષધ દેશ તરફ્ પ્રયાણુ, [ ૨૬૯ ] ખલીષ્ઠ, અભિમાની, સંપૂર્ણ વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલ, દુશ્મનેાને હણુનાર, અનુકૂળ બનેલા, ભીતિ પામેલા તેમજ સમસ્ત પરિવારવાળા રાજાઓએ સુત્ર, મણિ, ઉત્તમ રેશમી વસ્રો, કન્યા, અશ્વ, હસ્તી વિગેરે વિગેરે તથાપ્રકારના અનુપમ અને ઉચિત ભેટણાંએ આપવાપૂર્વક, અંજલિ જોડીને, શાંત બનીને સમ્યક્ પ્રકારે નલની સવિશેષ સેવા કરી. સત્યવાદી નલરાજાની સેવા કરતાં તેએ, સજ્જન એવા નલના સંસર્ગથી પેાતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. જેમ મનુષ્ય માલ અવસ્થાને ઓળંગીને યુવાવસ્થાને પ્રાપ્ત કરે તેમ નલ પશ્ચિમ દિશા જીતીને ઉત્તર દિશામાં ગયા. નલરાજાના સૈન્યની સેરીના અવાજને સાંભળીને અહેરા પ્રાણીએ પણ સાવધાન થઇ ગયા. પેાતાના ખભા પર કુમારને એસારીને રામક બલ નામના ઉત્તર દિશાના રાજા નલરાજાની સેવા માટે આવી પહોંચ્યા. તેણે કખલ પણ શરીર પર ધારણ કરી નહોતી. ( ઉઘાડા શરીરે આવી પહોંચ્યા ) અશ્વમુખ વિગેરે કિના પાસેથી નલરાજાએ કંઇપણ લીધું નહિ, પરંતુ તેના સ ંગીતથી તુષ્ટ બનેલા તેણે ઊલટું તેને વિશેષ દાન આપ્યું. અગાઉથી જ જાણે નિીત કરાયુ હોય તેમ આક્રમણુ કરવાને માટે, પૂર્વ સમુદ્ર તરફ જતી ગંગા નદી પ્રત્યે નલરાજા ચાલ્યા. દિશામાં રહેલા, નીતિને જાણનારા, ચંપા વિગેરે સર્વ નગરીના રાજાઓ, નલને આવી પહાંચેલા ગુરુની માફક વિનયપૂર્ણાંક સેવવા લાગ્યા. આ પ્રમાણે, ઇંદ્રસરખા પરાક્રમી નલરાજા આર્યાવર્તીના ક્રમપૂર્વક દિવિજય કરીને અનુક્રમે પેાતાના પ્રદેશ નજીક આવી પહાંચ્યા. “ હું શ્રેષ્ઠ રાજવી ! તમે જયવંત વર્તો. હૈ વીરસેન રાજાના પુત્ર ! લેાકેાને ખુશી કરનાર ! કામદેવના અવતાર સદૃશ ! કલિને ગળી જવામાં યમરાજ સરખા! દેવદૂત બનેલ તેમજ મુશ્કેલીથી પણ ન જીતી શકાય તેવા હે નલરાજા ! તમે હુંમેશા જય પામે ! હે દ્યૂતકાર ! પાસાને અ ંગે ( ધૃતક્રીડાને અંગે ) લીલા માત્રમાં સમસ્ત વિશ્વના વિજય કરતાં આપની રહેણીકરણી ( વર્તન ) ખીજા કાઇથી જાણી શકાતી નથી. ક્રીડાને ખાતર કુજ ખનેલા, ક્રાંચક નામના રાક્ષસને હણનાર, પવિત્ર કીર્તિવાળા નિષધ દેશના રાજા, દેવત, દમયંતીના સ્વામી, વીરસેન રાજાના પુત્ર, કલિને ણુનાર, સ્થંભને ઉખેડનાર, કૅશિની નામની વિદ્યાધરીના દુઃખને દૂર કરનાર, શ્રેય ( કલ્યાણ ) કરનાર, અશ્વવિદ્યા જાણનાર, ઋતુપર્ણ રાજાની શાભાને વધારનાર, જુગારી, સમ્રાટેાને વિષે મુખ્ય, સૂર્ય પાક રસાઇમાં પ્રવીણ હું નલ ! તું આ પ્રમાણે આટલા બધા ગુણવાળા છે તે તુ કઇ કીર્તિને વર્યા નથી ? અર્થાત્ સમસ્ત પ્રકારની કીર્તિ તને વરેલી જ છે. શત્રુઓને જય કર, તારું કલ્યાણ થાઓ ! ક્રીથી પણ તમારા પ્રદેશમાં સુખપૂર્વક પ્રવેશ થાએ ”—આવા પ્રકારના ખદીજાના કલકલ નાદથી, ગંગાના કિનારા પાસે રહેલ નલના વિશાળ સૈન્યના પડાવ સૂચિત કરાયે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy