SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ """ = "૦૦૦૦880 989000 wo888૦૦૦૦૦૦૦૦888or મને સ્કંધ પાંચમે સર્ગ ૧ લો. ૦૦ ૦૨ - [ નલના ત્યાગથી દમયંતીને વિલાપ ] poeowyore હું આ બાજ, જે રાત્રિમાં ભલે દમયંતીને ત્યાગ કર્યો તે રાત્રિનો પ્રભાતકાળ Boooooooooowaરૂ થવા છતાં સહચરી સરખી નિદ્રાએ દમયંતીનો ત્યાગ કર્યો નહીં અથૉત્ પ્રાત:કાળ થવા છતાં દમયંતીની ઊંઘ ઊડી નહીં. તે સમયે તેણીએ એક સ્વપ્ન જોયું કે-“રસ યુક્ત અને ફળવાળા આંબાના વૃક્ષ પર હું ચઢી તેવામાં તે વૃક્ષના શિખર ભાગ ઉપર પાપીષ્ટ એક હેલે આવીને બેઠો, ને આમ્રવૃક્ષ સુકાઈ ગયું અને મારા સમસ્ત અંગે શિથિલ થઈ જવાથી તે આમ્રવૃક્ષ પરથી હું નીચે પડી ગઈ. ” આવું સ્વપ્ન જોઈને તેણીએ નિદ્રાનો ત્યાગ કર્યો. આવા પ્રકારનું દુખ સ્વપ્ન જાણીને તેનો પ્રતીકાર કરવાની ઈચ્છાથી તેના ફલને નિરર્થક બનાવવાની સ્પૃહાથી તેણીએ પિતાના સ્વામી નલનું મુખકમળ જેવા માટે પિતાની દષ્ટિ ફેરવી, પરંતુ તેણીએ નલને પિતાની જમણી બાજુ કે ડાબી બાજુ, મસ્તક તરફ કે પગ તરફ, દૂર કે નજીકમાં કેઈપણ સ્થળે જે નહીં. “આ શું થયું ?” એમ વિચારીને વ્યાકુળ બનેલી તેણું ભયભીત બનીને, ઊભી થઈને, અનાથ (નધણીયાતી) વ્યક્તિની માફક પિતાની જાતને તેમજ પોતાના સ્વામી નલને કૂવામાં પડેલ જાણ્યા. આ પ્રમાણે ભયભીત બનેલ દમયંતીએ તરત જ ધર્મ ધારણ કરીને સરોવર, વૃક્ષ અને લતાઓના જૂથમાં ચારે બાજુ શોધ કરી. વીર પુરુષથી ધ્રુજાવાયેલ ખડ્ઝની જેમ ધ્રુજતી અને સુકાઈ ગયેલા કંઠવાળી તેણુ તે સમયે કંઈપણ બેલવાને સમર્થ થઈ શકી નહીં. નલ, મશ્કરીને ખાતર કેઈપણ સ્થળે છુપાઈ ગયા હોય” તેવી આશંકા કરીને તેણી “હે આર્યપુત્ર! હે આર્યપુત્ર!” એમ પગલે પગલે બૂમ પાડવા લાગી. “ખરેખર હર્ષની વાત છે કે–તમે જેવાઈ ગયા છે, જેવાઈ ગયા છે, હવે ફરી વખત તમારી જાતને છુપાવશો નહીં. હે મહારાજ ! આવા વિષમ સમયમાં પણ તમારું આ કઈ જાતનું કૌતુક?” એ પ્રમાણે વારંવાર ઉચ્ચારતી દમયંતીએ જ્યારે નલને ન જોયે ત્યારે તેનું મન અત્યંત ગભરાઈ ઊઠયું-યાકુળ બની ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy