SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કુષે હરતીનું વશ કરવું. [ ૧૬૧ ] નાગરિક લોકોને નળરાજાએ નીહાળ્યા.” સુખશીલપણાને કારણે (પ્રમાદને અંગે) હાથીએને શિક્ષા આપવામાં આળસુ બનેલા મહાવતને ધિક્કાર છે જે એમ ન હોત તો આ પ્રમાણે રાજાનો પટ્ટહતી શા માટે શઠપણ ઉદ્ધતાઈને ધારણ કરત? પિતાના જ પડછાયાને હણવાને ઈચ્છ, પક્ષીઓને પણ ગ્રહણ કરવાને ઈચ્છતે, શબ્દ( ધ્વનિ)ની પાછળ દોડ, ગંધને પણ સહન નહીં કરતે, ભ્રમણ કરતાં મદલબ્ધ ભમરાઓના ઝંકારથી જ જાણે ઉન્મત્ત બન્યા હોય તેવા મદોન્મત્ત બનેલા આ હસ્તીને કેણુ વશ કરશે? જે કોઈ પણ વ્યક્તિ આ હસ્તીને વશ કરશે તેને રાજા પાંચસે ગામ ભેટ આપશે, અરે લેકે ! તમે હાથીની નજરમાંથી દૂર ચાલ્યા જાઓ. હે કુબઠા ! તું નાશી જા, નાશી જા, નહીંતર માર્યો જઈશ. હાથીના મુખભાગમાંથી જદી ભાગી જા. કમલિનીની જેમ કોઈ એક શ્રેણીની પુત્રીને સૂંઢથી પકડીને આ દુષ્ટ હસ્તી આ બાજુ આવી રહ્યો છે. ” આ પ્રમાણે એક જ વખતે કહેવાયેલા નિલે, પદ-સંચારના વિનિને પણ નહીં કરતા અને વશ ન થઈ શકે તેવા તે હસ્તીને પિતાની સન્મુખ આવી પહોંચેલ જે. “અરે માંસ અને ચરબીના સમૂહરૂપ ! લાંબી નાશિકાવાળા (સુંઢવાળા)! દીર્ઘ દાંતવાળા ! પશુ! પિશાચ સરખા હે હસ્તી ! આ પ્રમાણે નીડર બનીને તું અત્યંત ભ્રમણ કેમ કરી રહ્યો છે? હાથીઓને વિષે શ્રેષ્ઠ એવા તારા સ્ત્રી પ્રત્યેના પુરુષાર્થને ધિક્કાર હે ! તારા મદરૂપી જવર(તાવ)ને નષ્ટ કરવામાં હું શ્રેષ્ઠ વૈદ્ય સમાન એક જ છું.” આ પ્રમાણે બેલતાં અને જોતાં એવા પૌરલેકેને વિમય પમાડતા નલે તે હસ્તીને મજબૂત પત્થરોથી તાડન કર્યું. ત્યારે પગ પછાડત, સુંઢના સુસકારા કરતા, ક્રોધને લીધે રક્ત નેત્રવાળો તે હસ્તી નલને હણવા માટે દેડ્યો. પવનથી વીખરાયેલ વાદળ સરખા અને પાંખવાળા પર્વત સમાન તે હસ્તીને નલ તરફ દોડતો જોઈને લોકોએ પ્રચંડ હાહાકાર કર્યો. અત્યંત ઉતાવળી ગતિને કારણે હસ્તીની સૂંઢના ઝપાટાને ભૂલાવતો ન જાણે પિતાના ઘરમાં જ પ્રવેશ કરતો હોય તેમ તેના ચરણના મધ્ય ભાગમાં દાખલ થઈ જતો. કઠોર ભૂમિપ્રદેશ જેવા તે હસ્તીના નીચેના પ્રદેશમાં દાખલ થઈને નલ, દંડ જેવી મજબૂત પોતાની કોણીના તથા મુષ્ટિના પ્રહારો કરવા લાગ્યા. વજપાત સરખા અને મેઘની ગર્જનાને જીતનારા તેના પ્રહારના ધ્વનિથી આકાશ બહેરું બની ગયું. આ પ્રમાણે મજબૂત પ્રહાર કરતાં અને નીચે રહેલા નલને પકડવાની ઈચ્છાથી હરતી, કુંભારના ચાકડા પર રહેલા માટીના પિંડાની માફક તરફ ઘુમવા લાગ્યું, એટલે તેના બે ચરણેને પિતાની બંને ભુજા તેમજ ચરણથી અત્યંત પ્રહાર કરતા નહે, જેમ પિતાના શરીરને બેડીથી ઝકડી લીધેલ હોય તેમ તે હસ્તીને (પિતાના બંને હસ્તથી) ક્ષણમાત્રમાં બાંધી લીધે. ત્યારે પિતાના બંને પગોને છોડાવી નાખતા તે હસ્તીએ નલને દૂર ફેંકી દીધો ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy