SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૮ ] શ્રી ક્રમયંતી ચરિત્ર : ધ ૪ થે. સગ પાંચમા. વિસ્તરી ગયા. આ પ્રમાણે નલના દેહમાં દાખલ થઈને તેને વિશેષ પ્રકારે હણવાને ઇચ્છતાં કલિએ દ્યૂત( જીગાર )ના સ્વામી દુરદર નામના દેવનું સ્મરણ કર્યું. એટલે ચારી, અસત્ય, કપટ, માયા, ચાડી વિગેરે પરિવારવાળા અને અંજિલ જોડેલા તે દુરદર દેવ પ્રણામ કરીને કલિની સન્મુખ ઊભું! રહ્યો. તે સમયે આશ્ચય પામેલા કલિએ વિનયશીલ તે દેવને આદેશ કર્યો કે–તું નલરાજાના જમણા હાથમાં રહે, એટલે મસ્તક નમાવીને, કલિના આદેશને “ભલે તેમ હા” એ પ્રમાણે સ્વીકારીને, જેમ હાલે! ( કબુતર ) કમળને વિષે રહે તેમ નલરાજાની હથેલીને વિષે રહ્યો. દુરદર દેવના આ પ્રમાણે વાસ થવાથી, સાવચેત હોવા છતાં પણ નલ. રાજાને દૈનિક કાર્યોનું વિસ્મરણ કરાવતી દ્યૂતક્રીડાનુ મન થવા લાગ્યું; એટલે ઘતક્રીડાને અંગે, હસ્તને કુંડલાકાર બનાવતા નલરાજાએ કાઈ પણ સ્થળે એક મુહૂ માત્ર સુખ પ્રાપ્ત ન કર્યું. કાઇએક દિવસે પેાતાના કૂબર નામના નાના ઓરમાન ભાઇને ઘૃતક્રીડા માટે નલ રાજાએ સ્નેહપૂર્વક આમંત્રણ આપ્યુ. એટલે રાજસભાની મધ્યમાં, આનંદદાયક તેમજ પરસ્પર ક્રમપૂર્વક જય અને પરાજયને સૂચવતી તે બંનેની ઘૃતક્રીડા ( જુગટુ) થવા લાગી. આ દ્યૂતક્રીડામાં જે પેાતાની જીતને જાણતા હતા તે પાતે જાહેર કરેલી રકમને એવડાવતા હતા અર્થાત્ આ ઘતક્રીડામાં હાર જીતની રકમ ઉત્તરાત્તર વૃદ્ધિ પામતી જતી હતી. ક્રીડા કરતાં તે બન્નેના હસ્તમાં ઉછળવાને અંગે ધ્વનિ કરતાં અક્ષ ( પાશા ) જાણે કે નૃત્ય કરતાં કલિરૂપી ધૃતારાના પગના ઘુઘરા હોય તેમ ધ્વનિ કરતા હતા. આ રીતે ઘતક્રીડામાં આસક્ત અનેલ નળ જપ, તપ, સ્નાન, ધ્યાન, દાન અને ભાજનાદિ ક્રિયા હંમેશાં નિયમિત કરી શકતા નહીં. જેમ વર્ષાઋતુમાં સૂર્ય પેાતાની પ્રિયા કમલિનીને અલ્પ દર્શન આપે તેમ નળ પેાતાની પેાતાની પ્રિયા દમયંતીને અલ્પ દર્શોન આપતા. ગ્રહથી ગ્રસિત થવાને કારણે જેમ મેઘ ધાન્ય નીપજાવી શકતા નથી તેમ નળ ધૃતક્રીડામાં આસક્ત બનવાથી તેના રાજકાર્યું નષ્ટ થવા લાગ્યા. “ હે ! નળરાજા હમણાં રાત્રિ તે દિવસ દ્યુતક્રીડામાં જ આસક્ત રહે છે ”—આ પ્રમાણે લેાકવાયકા પ્રજામાં અત્યંત પ્રસાર પામી. ત્યારે પ્રધાન પુરુષ પ્રેમપૂર્વક વ્રતની નિંઢાવાળા વાકયેાથી તેમજ સુખકારક ઉપાયેાદ્વારા નળરાજાને વારંવાર તે દ્યુતક્રીડાથી અટકાવવા લાગ્યા. આ પ્રમાણેના પ્રધાનેાના સૂચનથી, વડીલ જનાની લજજાને લીધે તેમજ પેાતાની બુદ્ધિથી પણ નળરાજા ધૂતક્રીડા ત્યજી શકયા નહીં. ગીતથી, નૃત્યથી, વાજિંત્રાથી, કૌતુકેાથી, કથા દ્વારા, સ્તુતિથી, થાકથી, નિદ્રાથી, અનેક પ્રકારના રાજકાયાથી તેમજ શારીરિક સુખની ઈચ્છાથી પશુ નળરાજાથી વ્રતરૂપી પિશાચિની દૂર કરી શકાઇ નહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy