SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૨ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૩ જે. સર્ગ પાંચમે. આ સર્ગ પાંચમે. [ શારદાદેવીએ સ્વયંવર મંડપમાં આવેલ દેવાદિકનું કરેલું વર્ણન. ] yoonymoga-moga બાદ હાથમાં ગ્રહણ કરેલ દેદીપ્યમાન સુવર્ણદંડને અંગે આકાશથી છૂટા પડી &oemseગયેલ સ્વર્ગના વિલાસને ધારણ કરતી અને દંતપંક્તિની કાંતિથી અકાળે પણ ચાંદનીની શોભા ધારણ કરતી સરસ્વતીદેવીએ પોતે જ બલવાની શરુઆત કરી: અરે ! ત્રણ ભુવનરૂપી આવાસને ટકાવી રાખવામાં તંભ સમાન ! સુર, અસુર અને રાજાઓ ! દમયંતીને જોતાં એવા તમે, ક્ષોભને ત્યાગ કરીને સાંભળો–ધ્યાન આપે. ત્રણ લેકમાં, કમળના મકરંદને ચૂસવામાં ભ્રમર સરખા યુવાન પુરુષમાં, દમયંતીને જોયા બાદ, કડો વર્ષે પણ તૃપ્તિ પ્રાપ્ત કરી શકે તે કઈ પુરુષ છે ? કલ્પવૃક્ષની ભૂમિ સમાન તમારા આ સભાસ્થાનને વિષે, પિતાના આત્માને સફળ કરવાને માટે દમયંતી આવી પહોંચી છે. હે મૃગાક્ષી! આદરપૂર્વક તું આ બાજુ તારી નજર ફેંક. યુવાન મનુષ્ય અને દેવોથી પરિપૂર્ણ આ સભા છે. હું બાલા ! ચંદનનાં વિલેપનવાળા આ લાખેગમે યક્ષે તને વરવાને માટે તૈયાર થયા છે. કેઈના પણ ભય રહિત, તેમજ તીર્થો લેકમાં રહેનારા યક્ષે નિધાન પર સ્વામીત્વ સ્થાપીને પિતાને સમય વ્યતીત કરી રહ્યા છે. અસંખ્ય એવા આ સર્વને તું નજરથી નિહાળ. તે સર્વનું જુદું જુદું વર્ણન કરવામાં આવે તે કરોડો વર્ષ ચાલ્યા જાય. હે સ્વયંવર ! જે તું ચિંતા રહિત પણ અક્ષય વૈભવ-વિલાસને ઇછતી હે તો કેઈ એક મનગમતા યક્ષને તું સ્વીકાર–વર.” આ પ્રમાણે શારદાદેવીએ કહેવાથી ભક્તિવાળી અને તે સર્વને પ્રણામ કરતી તે ધન્ય દમયંતીને, શિબિકા ઉપાડનારી દાસીએ બીજી બાજુ લઈ ગઈ. ભક્તિથી અવનત મસ્તકવાળી શારદાદેવીએ પુન: કહ્યું કે-“ગવીંછ, સ્વર અને ગ્રામરૂપી સાગરને પાર કરવામાં નોકાની શોભાને ધારણ કરતા તેમજ તુંબડાયુક્ત ઊંચા દંડવાળી વિણાને ધારણ કરનાર આ ગંધર્વો છે. (ગંધ વીણાવાદનમાં અતીવ કુશળ હોય છે. સંગીત એ જ તેમને પ્રિય વિષય હોય છે.) હે કલ્યાણું ! આટલા માત્રથી જ લોકોને સ્વર્ગની પૃહા થાય છે, કારણ દેવકમાં હંમેશાં ગંધર્વોનું ગીત-ગાન શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy