________________
શ્રાદ્ધગુણ વિવરણ.
અને મેક્ષરૂપ ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેમાં પણ અર્થ અને કામની પ્રાપ્તિ જે કે ધર્મ કરવાથી થાય છે તે પણ વિવેક વિના તેનું (અર્થ અને કામનું) સેવનકરનાર દુર્ગતિનું ભાજન થાય છે. તેથી તેના સંબંધમાં આવેલાં સર્વ કાર્ય અવશ્ય કરણીય ન હોવાથી તે પ્રધાન કાર્ય નથી, માટે તેને ગ્રંથકર્તાએ તેને ગણતામાં રાખી અનંત રત્નત્રય,અનંત વીર્ય અક્ષય સ્થિતિ અને અનંત સુખ આપનાર મેક્ષરૂપ પુરૂષાર્થને પ્રધાન કાર્યગણેલું છે અને તે ધર્મરૂપ પુરૂષાર્થ સિદ્ધ થવાથી પ્રાપ્ત થાય છે. તેથી ધર્મ એજ પ્રધાન કાર્ય છે. કહ્યું છે કે
" त्रिवर्गसंसाधनमन्तरण, पशोरिवायुविफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ॥१॥"
તાત્પયો –“ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કર્યા સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે, તેમાં પણ પંડિત પુરૂ ધર્મને પ્રધાન કહે છે કાર
કે તેના વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. ૧” માટે વિવેકી પુરૂ ધર્મરૂપ પ્રધાન કાર્યને બાધ ન આવે તેવી રીતે પ્રવૃત્તિ કરવી એ ઉચિત છે.
બમ વિવર્ગન –પ્રમાદને ત્યાગ કરે. તેત્યાગ કરવાનું કારણ એ છે કે પ્રાણી માત્રને કટો શત્રુ પ્રમાદજ છે, અને જે શત્રુહેય તેને ત્યાગ કરે એ સૂછીને એક રવાભાવિક નિયમ છે. તે પ્રમાદ શત્રુને ત્યાગ કરવાને બદલે તેની સેવા કરવી એ નિયમથી કેટલું વિરૂદ્ધ છે? કદિ કોઈ રાજા હુકમ કરે કે મારી તમામરૈયતે હમેશાં એક કલ કી મહારી સેવા ઉઠાવવી, રાજાના આ હુકમને લોક જુલ્મી હુકમ ગણશે અને તેને ( હુકમને) રાજા પાસે પાછું ખેંચાવવા વિદ્વાન, ધનવાન, અને સમસ્ત પ્રજાવર્ગ બનતે પ્રયાસ કરવા ચુકશે નહીં. તે જ્યારે પ્રમાદરૂપી રાજા તેઓને ભ્રમમાં નાંખી પ્રતિદિન ઘણા કલાકે સેવા કરાવે છે, ત્યારે તેની સેવામાંથી મુક્ત થવા માટે બનતા પ્રયાસ કેમ ન કરે જોઈએ? જે પ્રમાદ રાજાની આજ્ઞા ત્રણ લેકના પ્રાણીઓ માતકે ચડાવે છે તે પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, અને શૈણતાએ દરેક પ્રાણીઓના વિચિત્ર સ્વભાવને લીધે અનેક ભેદે થાય છે. પરંતુ તે સર્વે ત્યાગ કરવા ચોગ્ય છે. આ પ્રમાદ કયે વખતે અને કેવા રૂપમાં આવશે તે મુકરર નથી. માટે સાધુ અગર શ્રાવકોએ પ્રસાદ શત્રુથી સાવધાન રહી, હમેશાં આત્મામાં જાગૃતિ રાખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org