SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. ભાવાર્થ–આ સંસારમાં ધન ધાન્યાદિક ઈચ્છિત વસ્તુઓ અને દીવ્ય શક્તિએ પ્રાપ્ત કરવાને મનુષ્ય સદગુરૂની સેવા કરે છે. અને જ્યારે ગુરુ મહારાજ આવી સેવાથી પ્રસન્ન થાય છે, ત્યારે શિષ્યને તેની ચેગ્યતાનુસાર તેની આશા પૂર્ણ કરવાને મંત્ર આપે છે. આ મંત્ર પ્રાપ્ત કરી શિષ્ય તેનું આરાધન કરે છે. અને પિતે ધારેલો લાભ મેળવે છે, તે જ પ્રમાણે ગ્રન્થકાર મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણીઓ! જે તમારે મેક્ષ સુખ મેળવવું હોય તે તમે ગુરૂ મહારાજે બતાવેલા મંત્રની પેઠે ધર્મનું આરાધન કરે કે જેથી અવિનાશી એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય, સાત્વિક કહેવાનું કારણ એ છે કે, મંત્ર સાધતાં જેમ ઉપસર્ગો થાય છે તેમ ધર્મ સાધનમાં પણ અનેક ઉપસર્ગો આવે છે, આ વખતે નિઃસવ પ્રાણ ગભરાઈને ધર્મથી ભ્રષ્ટ થાય છે. આને માટે શ્રાવકોમાં શ્રેષ્ઠ એવા આનન્દ અને કામદેવાર સુશ્રાવકના દષ્ટાન્ત પ્રસિદ્ધ છે તે જુવે. આ મહાશયને ધર્મથી ભ્રષ્ટ કરવાને દેવોએ અનેક ઉપસર્ગો કર્યા છતાં ધર્મને ત્યાગ કર્યો નહીં તે તેઓ સદગતિના ભાજન થયા તેમ જે તમે પણ દે ચિત્તથી ધર્મનું આરાધન કરશે તે તાત્કાલિક સાગતિ અને પરંપરાથી મોક્ષસુખને મેળવી શકશે. કદી કોઈ એમ કહે કે સાવિકપણું લાવેલું આવતું નથી. તે તે વાત યોગ્ય નથી કારણ આત્મામાં અનન્ત ગુણે છે, તે બધા તિભાવને પામેલા છે, એટલે આવરણથી અવરાએલા છે; પુરૂષાર્થ કરવાથી આવરણના ક્ષપશમ કે ક્ષય પ્રમાણે તે ગુણે પ્રગટ થાય છે. તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે વિચાર કરે કે સાત્વિક માણસે ધર્મ સાધી શકે છે, મહારામાં પણ તે ગુણ છે તે પ્રાણને પણ હું ધર્મને છોડીશ નહીં, અને આવે વખતે પૂર્વે થઈ ગયેલા મહર્ષિઓ અને સુશ્રાવકેએ કેવી દઢતાથી ધર્મ આરાધ્ય છે તે વિચારી પિતે નિઃસવ થઈ ધર્મ નહીં છેડતાં સાત્વિકપણને અવલંબી રહેવું એ આશય ગ્રન્થકાર મહારાજને જણાય છે. વિવેક વિના ધર્મ થઈ શક્તો જ નથી, સત્સદ્વિવેક થયા વિના આત્મજ્ઞાનને સંભવ નથી, આત્મજ્ઞાન શિવાય સમ્યકત્વ નથી અને જે ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત ન થયું હોય તે પછી શ્રાવકનું પંચમ ગુણસ્થાન તેની તે વાતજ શી? તેથી ભવ્ય પ્રાણીઓએ સત્સદ્વિવેક મેળવવા સક્શાસ્ત્ર અને સદગુરૂનું સેવન કરવું અને જડ ચિ તન્યનું સ્વરૂપ સમજી પિતાનું કર્તવ્ય શું છે તે વિચારવું, આમ વિચાર કરતાં ગુરૂ મહારાજે બતાવેલા ધર્મનું આરાધન કરવાનું પિતાની મેળે સમજાશે અને તેથી જયશ્રીની સિદ્ધિને આપના ધર્મ શુદ્ધ મંત્રની જેમ આરાધવા ગ્ય છે, એમ અનુભવમાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy