________________
ર૩૦
શ્રાદ્ધગુણ વિવરણ, આપતું નથી, પરંતુ થાપણુ મુકવી છે એવા શબ્દ માત્રને સાંભળી તેની સાથે સારી રીતે આલાપસંલાપ કરે છે, ઉભું થાય છે, પ્રણામ કરે છે, કુશળ પુછે છે અને સ્થાન આપે છે, તેમજ હાથમાં કેવળ થાપણને જેઈ વાણુઓ ધર્મ સંબંધી કથાઓ કરવા લાગે છે. આ સ્થાન તમારે સ્વાધીન છે, પરંતુ ઘણુ કાળ સુધી થાપણનું પાલન કરવું મુશ્કેલ છે; દેશકાળ વિષમ છે તેપણ હે શ્રેષ્ઠ પુરૂષ! ત્યારે હું દાસ છું, થાપણનું પાલન કરનાર અને પ્રશંસા કરવા લાયક આ ઉત્તમ દુકાન કેઈ વખત કલંકીત થઈ નથી, એ પ્રમાણે કાર્યના જાણુ પુરૂએ ઘણુ વખત અનુભવ કર્યો છે એ વાત તું જાણતા નથી, એ વિગેરે મંદમતિની પાસે પરસ્પર અસમંજસ વર્ણન કરી આંતરિક મનોરથી ખુશી થતા તે પાપી સુવર્ણના સમૂહને ગ્રહણ કરે છે. તે પછી તે થાપણ પચાવવાથી ઉત્પન્ન થયેલા લેવડદેવડમાં અપરિમિત લાભ થવાથી અને કરિયાણાના સમૂહથી તે વેપારી કુબેરની હાંસી કરે છે, અને સંસારરૂપ જીર્ણ મંદિરમાં ઉત્પન્ન થએલા ભયંકર મહટા ઉંદરે જેવા તે કૃપણુપુરૂષો દાન તથા ઉપભેગથી રહિત એવા દ્રવ્યની રક્ષા કરવામાં હમેશાં આનંદ માને છે. હવે તે થાપણ મૂકનાર પુરૂષ દિશાઓમાં પરિભ્રમણ કરી ભવિતવ્યતાના રોગથી કઈ પણ રીતે ધનથી અને જનથી રહિત થયેલે ઘણુ લાંબા કાલે પિતાના દેશને પ્રાપ્ત થયે. ત્યાં શંકાયુક્ત થયેલા તે પણ પુરૂષે કઈને પુછયું કે તે મહાપુરૂષ ક્યાં ગયો? તે સાંભળી કેઈ એક પુરૂષ તેની પાસે આવી બે કે તે મહાપુરૂષની વિભૂતિ તે આજકાલ કાંઈક જુદી જ દેખાય છે. આ પ્રમા ણે સાંભળી અત્યંત વિસ્મયથી મસ્તકને ધુણાવતે તે તેના ઘર પ્રત્યે ગયે, ત્યાં દ્વારમાં રેકાયેલ તે નિબુદ્ધિ અને જીણું કપડાંવાળો ઘણા કાળ સુધી ત્યાંજ બેસી રહ્યા. પછી કઈ પણ પ્રકારે ધીમે ધીમે ઘરમાં જઈ એકાંત મળતાં નામ, નિશાની પ્રકટ કરી તે પુરૂષે પિતાનું થાપણુ મૂકેલું દ્રવ્ય તે શેઠીઆ પાસે માગ્યું એટલે તે શેઠીયે ભ્રભંગ પૂર્વક હાથને કંપાવતે બીજાના ઉપર દષ્ટિ રાખી તેના પ્રત્યે કહેવા લાગ્યો કે ઠગ, પાપી અને આજીવિકા રહિત આ પુરૂષ કયાંથી આવ્યા છે. તું કેણું છે? અથવા કેને પુત્ર છે? લ્હારૂં દર્શન પણ યાદ આવતું નથી તો બોલવાની વાતજ શી? અહે! ઘણે ખેદ છે કે ક્યારે? કયા સ્થાનમાં ? કેવી રીતે ? ક્યા પુરૂછે કેણે શું આપ્યું હતું તે તું કહી દે? તે પણ નિરંતર શંકાશીલ થયેલા પુરુષે મોટા પુરૂષની અંદર આ જનને પ્રતીતિ કરાવવી તે દિવસ કહી દે અને તે દિવસે ચેપડામાં લખેલું સઘળું તું પિતે જોઈ લે! હું વૃદ્ધ થયો છું. દુકાનને બે પુત્ર ઉપર નાંખે છે, માટે મહારૂં લખેલું સઘળું તે જાણે છે. એ પ્રમાણે તે શેઠીયાએ વિસર્જન કરેલો તે ધીરજ વગરને પુરૂષ તેના પુત્ર પાસે જાય છે. પુત્ર તરફથી ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org