________________
શેઠ હઠીસંગઝવેરચંદ હોવાનું સંક્ષિપ્ત જીવન
ચરિત્ર.
વાર હઠીસંગ ઝવેરચંદનો જન્મ કાઠીયાડમાં પ્રખ્યાત શહેર ભાવનગરમાં સંવત ૧૯૧૬
ના કારતક વદી એકાદસીને રોજ થયું છે. તેઓ જાતે વિશાશ્રીમાળી વંશ અને જન્મ વણીક હેઈને તેમનું કુટબ વેરાના અટકથી ઓળખાય છે. ગેહિલકુવૃત્તાંત. ળના (આ રાજ્યના) આદ્ય મહારાજશ્રી ભાવસિંહજીએ જ્યારે ભાવન
ગર શહેર વસાવ્યું તે વખતે વહેારા કુટુંબના પૂર્વજે તે શહેરનું રણ બાંધવામાં સામેલ હતા. પ્રથમ શેઠ હેમજી કુંવરજી નામે એક ગૃહસ્થ રાધનપુરથી કાઠીયાવાડમાં આવેલા હતા. તેમની સાથે વરતેજથી નેમા હોરાને આદ્ય મહારાજ ભાવસિંહજીએ ઘણું સન્માન સાથે બોલાવી ભાવનગર શહેરમાં વસાવ્યા હતા. તેમણે ભાવનગરમાં રહી પિતાની વ્યાપાર કળા ખીલવી હતી. નેમા હેરાને ભાણજી અને દેવશી નામે બે પુત્ર થયા હતા. તેમાં ભાણજી ને ગાંગજી અને ભણુ નામે બે પુત્રો થયા હતા. એ ચારે શાખાઓમાંથી વોરા વંશ વૃદ્ધિ પામ્યો છે; જેમના નિવાસથી ભાવનગરમાં બહેરાશેરીને નામે એ સ્થળ અદ્યાપિ પ્રખ્યાત છે. ગાંગજીના પુત્ર હેમા વેરા તથા દેવસી વોરાના પુત્ર સવચંદ વોરાએ પોતાના વ્યાપાર કળાથી સારી ખ્યાતિ સંપાદાન કરી ભાવનગરના સર્વે વ્યાપારીમાં અગ્ર પદવી મેળવી હતી. જિનાલય જૈન ઉપાશ્રય વગેરે જે ભાવનગરમાં થયેલા છે, તેમાં અગ્ર ભાગ આ બહેરા કુટુંબને જ છે.
ધાર્મિક અને વ્યાપારિક ઉન્નતિને સંપાદન કરનાર હેમજી વોરાને જ્યચંદ, સુરચંદ અને કરશન નામે ત્રણ પુત્રો થયા હતા. તેઓમાં વચલા પુત્ર સુરચંદને જશરાજ અને ઝવેરચંદ નામે બે પુત્રો થયા હતા. તેઓમાં જે ઝવેરચંદ બહેરા આ જીવનવૃતાંતના નાયક હઠીસંગભાઈના પિતા થાય છે. તેમના પિતામહ સુરચંદ વોરાનું સિદ્ધતિર્થ–પાલીતાણામાં વિખ્યાત દિરા કુટુંબના વાલજી ગણેશની પુત્રી ઝીણબાઈ સાથે લગ્ન થયું હતું. તે પરમ શ્રાવિકા ઝીણીબાઇના આગમન પછી સુરચંદ શહેરાની સમૃદ્ધિમાં ઘણો વધારો થયો હતો. અને ધાર્મિક કાર્યો કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org