________________
૨૦૪
શ્રાદ્ધગુણ વિવરણ.
નકામું ગણાય છે, તેમ દેવગુરૂની ચરણપાસના, તપસ્યા, ઇન્દ્રિયોને નિગ્રહ, દાન આપવું અને શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સઘળું એક દયા વિના નિષ્ફળ ગણાય છે. જે આજ કે કાલ અથવા કાળાંતરે મૃત્યુ થવાનું છે એ નિશ્ચય જ છે તો પછી એક હારા પિતાને નાશ થયાથી ઘણા પ્રાણીઓના પ્રાણનું રક્ષણ થતું હોય તે શું એટલાથી બસ નથી? આ હેતુથી હારા પ્રાણને પણ અર્પણ કરી આ ગાયને બચાવવી ગ્ય છે. એ નિશ્ચય કરી રાજાએ આખી રાત તે ગાયનું રક્ષણ કર્યું. પ્રાત:કાળમાં સૂર્યોદય થતાં સિંહ, ગાય કે પિપટને દેખ્યા નહીં. કેવળ પિતાને જોઈ મનની અંદર આશ્ચર્ય અને તર્કવિતર્ક કરે છે તેટલામાં બે દેવોને પોતાની આગળ જોયા. વિસ્મય હદયવાળા તે બે દેવે પણ આ પ્રમાણે બેલ્યા–સાંપ્રત કાળમાં પૃથવી ઉપર સખાવત કરનાર અને જાગરૂક એવી દયા પ્રમુખગુણએ કરી શુદ્ધિ કરનાર વિક્રમ રાજાના જેવો કઈ બીજે પુરૂષ નથી. એ પ્રમાણે દેવની સભામાં હર્ષિત થએલો સાક્ષાત્ ઈંદ્ર પોતે જ તમારી કીર્તિની પ્રશંસા કરે છે. માટે હે નરદેવ ! તને ધન્ય છે. ત્યારી પરીક્ષા કરવા માટે સિંહ, ગાય અને પિપટનાં રૂપ કરી અમે બન્ને દેએ દેવમાયા દેખાડી હતી. તારી દયા રસિકતા ઈદ્રિના વર્ણનથી પણ હજાર ગણું અમેએ જોઈ માટે વર માગો. રાજા કંઈપણ ઈચ્છતો નથી. તે પછી તે બન્ને દે રાજાને કામધેનુ ગાય આપી પોતાના સ્થાને ચાલ્યા ગયા. ખુશી થએલો રાજા પણ કામધેનુ ગાયને સાથે લઈ નગરીની સન્મુખ આવે છે તેવામાં રસ્તાની અંદર એક બાળકવાળા બ્રાહ્મણે રાજાને કહ્યું કે-હે દુ:ખી પ્રાણીઓના દુ:ખને હરનાર વિક્રમ નરેશ! આ બાળકની માતા મરી ગઈ છે. હવે આ બાલક દુધ વગર રહી શકતા નથી. ઘરમાં લક્ષ્મીને અભાવ હોવાથી હું ગાય મેળવી શકતો નથી. તેથી હું દુઃખી છું. આ બીના સાંભળી દયાથી સ્નિગ્ધ હદયવાળા રાજાએ બ્રાહ્મણને કામધેનુ ગાયને આપી દઈ પોતાના સ્થાનને ભૂષિત કર્યું.
હવે ગ્રંથકાર મહારાજ પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ આપે છે– एवं दयारसोल्लासि धर्म साम्राज्यशालिनः। संपदः सर्वतोवक्ष्यि सदा भाव्यं दयालुना ॥ ६ ॥
શબ્દાર્થ –એ પ્રમાણે સવ ઠેકાણે દયાના રસથી વૃદ્ધિ પામતા ધર્મરૂપ મહાન રાજ્યને શોભાવનારી સંપદાઓને જોઈ હે ભવ્ય લેકે! તમારે નિરંતર દયાળુ થવું જોઇએ. . ૬.
| તિ પામી ગુરુ ને રૂ?..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org