________________
મરની
વીજ
एकत्रिंशत् गुणवर्णन.
દિલ હ ! વે કમથી પ્રાપ્ત થએલા સ દય નામના એક્ટીશમા ગુણનું
જ
વર્ણન કરે છે –
સતય–દુ:ખિત પ્રાણિઓનું રક્ષણ કરવાની અભિલાષા રૂપ દયાએ કરી જે યુક્ત હોય તે સદય કહેવાય છે. અને દયાજ ધર્મનું મૂળ છે તેથી દયાળુ જ ધર્મ ને યોગ્ય છે. કહ્યું છે કે
देहिनः सुखमीहन्ते, विना धर्म कुतः सुखम् ? । दयां विना कुतो धर्मस्ततस्तस्यां रतो भव ॥१॥
શબ્દાર્થ –પ્રાણીઓ સુખની ઇચ્છા કરે છે, પરંતુ ધર્મ વિના સુખ કયાંથી હોઈ શકે? તેમજ દયા વિના ધર્મ ક્યાંથી હોય? તે માટે હે ભવ્ય! છેનું રક્ષણ કરવામાં તત્પર થા. {૧
ભાવાર્થ –આ જગમાં ઇદ્રથી માંડી કુંથુ પર્યત તમામ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે છે. પરંતુ કષાય, અવિરતિ, પ્રમાદ અને રાગદ્વેષની પરિણતિ વિગેરે પ્રબળ કારણોને લીધે સુખનું ખરેખરૂં કારણ જે ધર્મ છે તેવા જિક્ત ધર્મનું યથાર્થ આરાધન કર્યા સિવાય ધર્મથી પ્રાપ્ત થનાર સુખની ઈચ્છા રાખનારને સ્વનમાં પણ સુખ કેવી રીતે મળી શકે! માટે સુખની ઈચ્છા રાખનાર પુરૂષે યથાશક્તિ ભાવપૂર્વક ધર્મ કરવા તત્પર થવું જોઈએ. ધર્મની ઉપાસના કરનારને કેવળ સંસારનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પરંતુ ઉત્તરોત્તર મેક્ષના અનંત સુખને પણ મેળવી શકે છે. ધર્મ પણ અહિંસા રૂપ હોવો જોઈએ. કારણકે અહિંસા ધર્મનું મૂળ છે. દરેક પ્રાણુને જીવવાની આશા હોય છે, મરણની વાત કાને પડતાં ભયબ્રાંત થઈ જાય છે. એવા અનાથ પ્રાણુઓને પ્રાણ લઈ ધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org