________________
અવિ‘તિગુણ વર્ણન.
૧૮૯
ઉભા રહ્યો. એટલે રાજા નીચે ઉતર્યો. ખરાખર મધ્યાન્હ વખતે તૃષાથી પિડિત થએલા રાજાએ પાણીની તપાસ કરતાં એક ભિટ્ટને જોઇ મદ્ય સ્વરથી કહ્યું કે હું ભિલ્લુ ! તૃષાથી પિડિત થએલા મને પાણી દેખાડ. ભિટ્ટ પણ રાજાની આકૃતિથી વિસ્મય પામેલા પ્રણામ કરી ખેલ્યા કે હે રાજન્ ! હું જ્યાં સુધીમાં પાણી લાવુ છું ત્યાં સુધીમાં તૃષાને દૂર કરનાર આ ક્ષીરામલકને મુખમાં રાખો. એમ કહી પાતે પાણી લેવા ગયા. રાજા પણ એક વૃક્ષની છાયાના આશ્રય લઇ વિચાર કરવા લાગ્યા કે આ ભિટ્ટનું મ્હાટુ પરોપકારપણુ કેવુ આશ્ચર્યજનક છે ? આ ઉપકાર કરનાર ભિટ્ટનું શું કાર્ય કરી તેમજ શુ આપીને એના કરજથી મુક્ત થઈશ; એવા વિચાર કરે છે તેટલામાં તે ભિલ્લુ કમલિનીના પડીયામાં પાણી લઇને આવી પહોંચ્યા અને તેણે હાથ પગ અને મુખનુ શાચ કરાવ્યું. તે પછી પવિત્ર, નિર્માળ અને શીતળ જળથી રાજાને ધીરજ આપી. જેટલામાં રાજા ભિલ્લુને કાંઇક કહેવા જાય છે તેટલામાં પછવાડે રહેલું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે રાજાને જોઇ સઘળાઓને આનંદ પ્રાપ્ત થયા. રાજાએ તેઓની આગળ પ્રથમની સઘળી હકીકત કહી સંભળાવી અને વિશેષમાં કહ્યું કે તેવા અણીના વખતમાં આ ભિલે આપેલા ક્ષીરામલકની અોખરી કરવામાં મ્હારૂં સપ્તાંગ રાજ્ય પશુ સમર્થ નથી, તે પણ હાથી ઉપર બેસાડી આ ભિલ્લુને નગરમાં પહોંચાડા. રાજા પણ મ્હોટા મહાત્સવ પૂર્વક નગરમાં પ્રાપ્ત થયા, ત્યાં તે ભિટ્ટના તેલમર્દન, સ્નાન, વિલેપન વિગેરેથી ઘણા સત્કાર કર્યાં. અને ઘણા કાળ સુધી પેાતાની પાસે સુખમાં રાખ્યા. કાઈ વખતે વર્ષાકાળમાં વનનું સ્મરણુ થવાથી તે ભટ્ટ ત્યાં જવા ઉત્સુક થયા. તેણે અનેકવાર સમજાવ્યા પણુ જ્યારે તે રહેવાને કબુલ ન થયા ત્યારે રાજાએ સાથે જઇ ભિલ્લુનું નગર સ્થાપન કરી રાજ્યાભિષેક પૂર્વક તે ભટ્ટને રાજગાદી ઉપર બેસાડયા. અને પ્રથમ આપેલા હાથી ઘેાડા વિગેરે સઘળુ તેને અર્પણ કર્યું, એ પ્રમાણે કૃતાર્થ થઇ રાજા પોતાના નગરમાં પ્રાપ્ત થયા. કેટલાક કાળે તે ભિન્ન રાજા પણ મહા પ્રતાપી થયા. આ દુનિયામાં ઉત્તમ પુરૂષોના ઉપકારનું માહાત્મ્ય કયા પુરૂષ વર્ણન કરવાને સમર્થ થઈ શકે ? કાઇ પણ નહીં.
ખરી રીતે તે તે કૃતજ્ઞ કહી શકાય કે જે ધર્મ પ્રત્યે ઉપકારક છે. ધર્મ પ્રત્યેના ઉપકાર તેા ધર્મ સંબંધી વિરૂદ્ધોના ત્યાગ કરવાથી થાય છે. તે ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે.
આસવદ્વારમાં પ્રવૃત્તિ, ધર્મકાર્ય કરવામાં અનાદર, મુનિઓ ઉપર દ્વેષ, દેવદ્રવ્યના ઉપભાગ, જિનશાસનું ઉપહાસ, સાધ્વીઓના સંગ કરવામાં સાહિસકપણુ, કૌલાચાર્ય ( શાતિક ) ના ઉપદેશમાં રૂચી, વિરતિના ત્યાગ, ગુરૂ, સ્વામી, ધાર્મિક સુખી, સ્વજન, યુવતિ અને વિશ્વાસીને ઠગવાના પ્રયત્ન, બીજાની સમૃદ્ધિ જોઇ અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org