________________
૧૮૪
શ્રાદ્ધગુણ વિવરણ,
શબ્દા :સ્વાભાવિક દ્વાષ કર્યાં નથી હોતા? માટે એટલા માત્રથી પરિત્યાગ કરવા ઘટતા નથી. અનુરાગવાળી સંધ્યાને પણ શુ` સૂર્ય પ્રકાશિત નથી કરતા ડ
આ પ્રમાણે તર્ક વિતર્ક કરતાં સાગરદત્તના ચિત્તમાં આનદ થયા. આ અરસામાં સાગરદત્તના શ્વસુરવર્ગ પાટલીપુત્ર નગરમાં ગયા. સાગરદત્ત પણ વહાણુદ્વારા વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરતાં સાત વખત વહાણેા ભાગ્યાં અને સઘળુ ધન ચાલ્યું ગયું. એ વખત કૂવામાંથી પાણી કાઢનાર પુરૂષને સાત વખત નિષ્ફળતા મળવા છતાં આઠમી વખતે પાણી નીકળેલ જોઇ શુકનગ્રંથી ખાંધી સિંહલદ્વીપ પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગમાં પ્રબલ વાયરાએ તેનું વહાણ સિંહલદ્વીપને અલે રત્નદ્વીપમાં પ્રાપ્ત કર્યું . આ વખતે તેને સાર વિનાના કરીયાણાના ત્યાગ કરી વહાણને રત્નાથી ભરી લીધું. અને ત્યાંથી પાછા ફર્યો, પરંતુ રસ્તામાં ખલાસીઓએ રત્નાના લાભથી તેને સમુદ્રમાં ફેંકી દીધા. પ્રથમ ભાંગેલા વહાણુનું પાટીયુ મળવાથી સમુદ્રને ઉતરી અનુક્રમે પાટલીપુત્રમાં પહોંચી શ્વસુરવર્ગને મળ્યા. અને વહાણ રત્નદ્વીપમાં પ્રાપ્ત થયું ત્યાંથી માંડી સર્વ વૃત્તાંત કહી સંભળાળ્યા. રાજાની આગળ પણ સાગરદત્તે આ હકીકત પ્રથમથીજ જણાવી દીધી. ભાગ્યયેાગે તે ખલાસીઓ પણ પાટલીપુત્રમાં આવી પહોંચ્યા. રાજાની આગળ રત્નાના ભેદ સ ંખ્યા અને સ્વામી વિગેરેના પ્રશ્ન થતાં તેમનું સઘળું પાગળ ખુલ્લુ થયું. રાજાએ તે રત્ના સાગરદત્તને અપાવ્યાં. પછી સાગરદત્ત કેટલાએક કાળે તામ્રલિપ્તીમાં પ્રાપ્ત થયા. ત્યાં તેણે વિચાર કર્યો કે ઉપાર્જન કરેલું દ્રવ્ય કાઇ સારા સ્થાનમાં ન ખરચાય, તે તે કલેશ અને દુર્ગતિ વિગેરે ફળનેજ આપનાર થાય છે. તેને માટે કહ્યુ છે કે:लक्ष्मीः सर्पति नीचमर्णवपयः सङ्गादिवाम्भोजिनी
संसर्गादिव कण्टकाकुलपदा न कापि धत्ते पदम् । चैतन्यं विषसंनिधेरिव नृणामुज्जासयत्यञ्जसा
धर्मस्थाननियोजनेन गुणिभिर्ग्राह्यं तदस्याः फलम् ॥९॥ શબ્દાર્થ:--સમુદ્રજળના સંગથીજ જાણે લક્ષ્મીને નીચ પાસે જવાની ટેવ પડી ન હેાય ? કુલિનીના સ’સર્ગથી પગમાં લાગેલા કાંટાથી ઊત્પન્ન થતી વ્યથાને લઇનેજ જાણે સર્વત્ર અસ્થિર ન હોય ? હલાહલ વિધની પાસે રહેવાથીજ જાણે મનુચેની સમજ શક્તિને લક્ષ્મી નાશ પમાડતો ન હેાય ? તેટલા માટે વિવેકી પુરૂષાએ ધર્મસ્થાનમાં ઉપયોગ કરી લક્ષ્મીને સફ્ળ કરવી જોઇએ કા
ત્યારબાદ મ્હોટા દાનની શરૂઆત કરી ક્યા દેવને સ્થાપન કરવા ઇત્યાદિ વિષયમાં જુદા જુદા મતવાળાઓને પુછ્યું પણ કાઇ સ્થળે એક મત થયા નહીં. તેટલામાં કાઇ પ્રમાણિક માણસે જણાવ્યું કે હે ભદ્ર? દેવતાઓ ભાવથી વશ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org