________________
૧૮૧
સવિશતિ ગુણ વર્ણન શબ્દાર્થ–પક્ષપાત શિવાય વસ્તુના ગુરુષોને જે ઓળખે છે, તે પ્રાય કરી વિશેષજ્ઞ કહેવાય છે. અને તેથી તે ઉત્તમ ધમને એગ્ય થાય છે. મા તે વિષે ખાઇના પાણીને સુગધીવાળું કરનાર સુબુદ્ધિ માંત્રિનું દષ્ટાંત છે તે આ પ્રમાણે
ચંપાનગરીમાં જિતશત્રુનામે રાજા છે. તેને સારી રીતે જિનમતને જાણ સુબુદ્ધિ નામે મંત્રિ છે. એક વખત રાજાએ રયુક્ત સુંદર રસેઈ કરાવી ઘણું સામંત અને મંત્રિની સાથે રાજાએ ભેજન કર્યું. આ રસમાં આસકત થયેલ રાજા અને સામંત વિગેરેએ પણ અહો ? રસ અહે? ગંધ ઈત્યાદિ બોલી રઇની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ સુબુદ્ધિ મંત્રિત મન રહે તેથી રાજાએ પુછયું કેહે મંત્રિન ! તમે કેમ પ્રશંસા કરતા નથી ? મંત્રિએ જવાબ આપે કે હે રાજન ! પદાર્થોના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી મનેજ્ઞ અને અમનેજ્ઞ પદાર્થોમાં મને વિસ્મય થતો નથી. કેમકે સુંગંધીવાળા પુદગલ દુર્ગધયુક્ત અને રસયુકત પુદગલો પણ રસ વિનાનાં થઈ જાય છે. તેથી નિંદા કે પ્રશંસા કરવી યુક્ત નથી તે પણ રાજાએ આ વાતની શ્રદ્ધા કરી નહીં. કઇ દિવસે રાજપાટિકામાં જતાં માર્ગમાં ઘણા નિર્જીવ કલેવરેથી દુર્ગધવાળું, ખરાબ વર્ણવાળું, મલીન અને સૂર્યના તાપથી ઉકળેલું ખાઈનું પાણી જોઈ રાજાએ વસ્ત્રથી નાશિકા ઢાંકી બોલે કે અહે? આ જળ કેવું દુર્ગધયુક્ત અને બિભત્સ છે? સુબુદ્ધિએ કહ્યું કે હે રાજન ? તમે આ જળની નિંદા ન કરે. કારણ કે ખરાબ પદાર્થો શ્રેષ્ઠ પદાર્થપણે અને શ્રેષ્ઠ પદાર્થો ખરાબ પદાર્થપણે પરિણમે છે. તેથી મહાન પુરૂષને જુગુપ્સા કરવી - ગ્ય નથી. પરંતુ રાજાએ એ વાત માન્ય કરી નહી. પછી મંત્રિએ રાજાને પ્રતિબંધ કરવા માટે ગુપ્ત રીતે પોતાના પ્રમાણેક પુરૂ પાસે વસ્ત્રથી ગળેલું તે ખાઈનું પાશું મંગાવ્યું અને પોતાના ઘરમાં લાવી, કોરા ઘડાઓની અંદર નાખ્યું અને તેને કતફળના ચૂર્ણ વિગેરેથી નિર્મળ બનાવ્યું. વળી તેને બીજીવાર ગળીને નવા ઘડાની અંદર નાખ્યું. એવી રીતે એકવીસ દિવસે તે જળ નિર્મળ, સ્વાદિષ્ટ, શીતળ અને જળ રત્ન જેવું થઈ ગયું. પછી તે જળને સુગંધી દ્રવ્યોથી વાસિત કરી રાજાના રસોઇયાઓને આપ્યું. ભેજન વખતે તેઓએ રાજા પાસે મૂક્યું. તે જળનો લકેત્તર રસ અને સ્વાદિષ્ટતા વિગેરે ગુણોને પ્રાપ્ત કરી ખુશી થયેલે રાજા રઈયાઓને કહે છે કે આ જળ ક્યાંથી પ્રાપ્ત થયું ? તેઓએ જવાબ આપે કે અમને મંત્રિએ આપ્યું છે. રાજાએ મંત્રિને પુછયું. મંત્રિએ કહ્યું કે હે રાજન ? જે તમે મને અભયદાન આપે, તો હું આ પાણીની ઉત્પત્તિ જણાવું. રાજા તરફથી અભયદાન મળતાં મંત્રિએ તેને યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યો, પણ રાજા શ્રદ્ધા કરતો નથી. તેથી મંત્રિએ પૂર્વોક્ત વિધિએ ખાઈનું જળ મંગાવી તેવીજ રીતે તે જળને જળ રત્ન જેવું કરી બતાવ્યું. તે જોઈ વિસ્મય થએલા રાજાએ મંત્રિને પુછયું તમે આ કેવી રીતે જાણું ? મંત્રિએ જવાબ આપે કે “પુદગલેને પરિણામ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org