________________
૧૭૮
શ્રાદ્ધગુણ વિવરણ. શબ્દાર્થ “જ્યાં પુત્રકલત્રાનિ (વાસ છે) ત્યાં આશા રૂપ પિશાચની અવશ્ય છલે છે. તે તેવા ગૃહથાવાસમાં હે ધનશ્રેષ્ટિને સ્વપ્નમાં પણ કદી ધર્મ થત નથી. ૪'
આ સાંભળી ધનશ્રેષિએ કહ્યું કે હે રાજન્ ? આપનું કહેવું સત્ય છે, પરંતુ લોક કહે છે કે
“ गृहाश्रम समो धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः क्लीबाः पाषण्डमाश्रिताः॥५॥"
શબ્દાર્થ—ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયું નથી. અને થવાનું નથી. શરા પુરૂપ તેને પાળે છે. અને કાયર પુરૂષ પાખડનો આશ્રય લે છે. ૫ ”
પછી રાજાએ કહ્યું કે, હે ઉત્તમ વણિક? ગૃહસ્થાશ્રમ સંબંધી દાનાદિક ધર્મ ગુરૂઓના ઉપદેશથી જાણવામાં આવે છે તેથી તે ( વાનપ્રસ્થ ) આશ્રમની તમે અવગણના ન કરે” ધન શ્રેષ્ટિએ કહ્યું કે હે રાજન ? લેકવાક્ય તે આ પ્રમાણે છે-જે બ્રાહ્મણ કહે તે કરવું જે કરે તે ન કરવું.” ઈત્યાદિ પ્રત્યુત્તર આપવામાં તત્પર એવા શ્રેષ્ઠિને રાજાએ કહ્યું કે-“હે વિશેષજ્ઞ ? આવી રીતે વચનના વિસ્તાર કરવાથી શું ફળ છે ? આ બાબતમાં જે પરમાર્થ હોય તે નિવેદન કરે તે પછી હાથ જોડી ધનશ્રેષ્ટિએ વિજ્ઞપ્તિ કરી કે હે પ્રજાવત્સલ! અમે તમારી છત્ર છાયામાં વસીએ છીએ, મહારૂં કુળ નિર્મળ છે, કુળને કલંક ન આવે તેવી વૃત્તિથી આટલો વખત નિર્ગમા છે, મ્હારા ઘરમાં સ્ત્રીઓ ઘણું છે.--
" चवलाइं इंदियाइं वियार बहुलं च जुव्वणं देव ! । सच्छन्द गई कामो अविवेओ फुरइ पाणीणम् ॥६' "
શબ્દાર્થ––“હે રાજન ઈતિએ ચપલ છે, વન ઘણા વિકારવાળું છે, કામદેવ સ્વતંત્ર ગતિ કરનાર છે. પ્રાણીઓને અવિવેક સ્કુરિ રહે છે. દા
તેથી હે મહારાજ ! આ ગંધના ગીત, વિનેદ અને હાશ્યાદિક અઘટિત ચેષ્ટાઓ વિગેરેને જેવાથી હારે પરિવાર સ્વચ્છેદ થઈ વિનાશ ન પામે, એ હેતુથી દેવમંદિર કરાવવા રૂપ અનાગત ( સ્વચ્છેદ થતા પહેલાં) ઉપાય ચે છે. કહ્યું છે કે-ઘર સળગે ત્યારે કુવો ખોદવે, સંગ્રામ જાગે ત્યારે ઘડાને શિક્ષણ આપવું અને નદીમાં પુર આવે ત્યારે પાળ બાંધવી જેમ સહેલાઈથી થતું નથી, તેમ પરિવારનો નાશ થયા પછી સુધારે સહેલાઈથી થઈ શક નથી. તે પછી રાજાએ સભા સમક્ષ ધનશ્રેષિને કહ્યું કે હે શ્રેષ્ઠિ મુખ્ય! તમારી બુદ્ધિની નિપુણતા શ્રેષ્ઠ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org