________________
૧૧
કદિ પ્રસિદ્ધ લેકચાર પ્રમાણે વર્તતો હોય પણ જે તે ગૃહસ્થને પરનિંદા કરવાની કુટેવ હોય તો તે ઉપર કહેલો ગુણ નિષ્ફળ થઈ જાય છે, તેથી તે પછી કેઇને અવર્ણવાદ ન બેલવા રૂપ” છઠ્ઠા ગુણને પ્રસંગ સંક્ષેપમાં વર્ણવી બતાવ્યો છે. નીચ ગોત્ર કર્મ બાંધનારા એવાને આ ગુણને વિશેષ બોધ થવા માટે ગ્રંથકારે કોઈ એક વૃદ્ધ બ્રાહ્મણનું અસરકારક દષ્ટાંત આપેલું છે.
પ્રસિદ્ધ લોકાચાર પ્રમાણે વર્તે અને પરનિંદા પરહરે છતાં પણ જે નઠારા ઘરમાં અને નઠારા પડોશમાં રહેનાર ગૃહસ્થ હોય તે તેને અનેક પ્રકારની હાનિ થાય છે, તે બતાવાને “ગૃહ
સ્થ કેવા ઘરમાં અને કેવા પડોસમાં રહેવું જોઈએ તે વિષે સાતમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ગિરનાર પર્વત પાસે આવેલા કુબેરપુરની અંબિકા નામની વિપ્રપત્નિને દાખલ આપી નઠારા પડોશથી કેવી હાનિ થાય છે, એ સિદ્ધ કરી બતાવ્યું છે. આ જ પ્રસંગને પુષ્ટ કરવા માટે તે પછી આઠમા ગુણ તરીકે “સત્સંગ રાખવાને ઉપદેશ આપેલે છે. અને તેને માટે વીરપુર નગરના પ્રભાકર નામના એક વિપ્રકુમારનું હૃદયગ્રાહી દષ્ટાંત આપી ગ્રંથકર્તાએ સદુપદેશને ઘણે મધુર સ્વાદ ચખાડ્યો છે.
ઉપર કહેલા બધા ગુણ પ્રાપ્ત થયાં હોય છતાં પણ જે ગૃહસ્થ માતાપિતાને પરમ ભક્ત ન હોય તો તે ધર્મને અધિકારી બનતું નથી, તેથી “માતા પિતાની ભક્તિ–સેવા કરવારૂ૫» નવમો ગુણ વર્ણવી બતાવ્યો છે. આ પ્રસંગે ગ્રંથકારે સપુત્રના લક્ષણોનું સારું વિવેચન કરી બતાવ્યું છે. અને તે ઉપર કેટલાએક મનોરંજક દાખલાઓ આપી એ ગુણની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે. ઉપર્યુક્ત સર્વ ગુણ પ્રાપ્ત થયા છતાં પણ ગૃહસ્થ પિતાના જીવનમાં સાવચેત રહેવાનું છે. કેઈ પણ સ્થળ ઉપદ્રવ વાળું જોવામાં આવે તે તત્કાળ તેને ત્યાગ કરવો જોઈએ. તે ત્યાગને જ દશમા ગુણ તરીકે ગણી ગ્રંથકારે “ગૃહસ્થ કેવા દેશમાં અને કેવા સ્થળમાં રહેવું જોઈએ, એ વિષે સારું વિવેચન કરેલું છે. નઠારા સ્થળમાં વાસ કરવાથી કેવી હાનિ થાય છે, તે વિષે પદ્મપુર નગરના નિર્વિચાર રાજાનું અસરકારક દષ્ટાંત આપી આ ગુણની ખરી ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી છે.
સારા યોગ્ય સ્થળમાં વાસ કરનાર ગૃહસ્થ પણ કોઈવાર નિંદિત કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી તે પછી “નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ ન કરવારૂપ અગીયારમાં ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અયોગ્ય કાર્યને આરંભ, પ્રજા વર્ગ સાથે વિરોધ, બેલવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ-એ ચાર જે મૃત્યુના દ્વાર કહેવાય છે, તે વિષે વિવેચન કરી અને ઉજાણી નગરીનાગ નામના બ્રાહ્મણની દષ્ટાંત-કથા આપી ગ્રંથકારે આ સ. પયોગી મહાન ગુણને ઉત્તમ મહિમા વર્ણવી બતાવ્યો છે. તે પછી સ્વજન, સ્વદેશ, જાતિ અને રાજ્યને અહિતકારી કર્તવ્યને અંગીકાર ન કરવાને બોધ આપ્યો છે. અને તેથી કેવી હાનિ થાય છે, તે વિષે અનેક પ્રમાણો આપી સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org