________________
पंदरमा गुणY विवरण.
( શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી ચદમા ગુણનું વર્ણન પુરૂં કરી ક્રમ પ્રાપ્ત “નિરંતર
કરતકફજન્મ ધર્મને શ્રવણ કરવારૂપ” પંદરમા ગુણનું વિવરણ કરવાને પ્રારંભ કરે છે.
તથા હમેશાં ઉન્નતિ અને મોક્ષનાં કારણભૂત એવા ધમને શ્રવણ કરતે ગૃહસ્થ શ્રાવકધર્મને ગ્ય થાય છે. તથા પ્રતિદિન ધર્મ સાંભળવામાં તત્પર રહેનારે પુરૂષ મનના ખેદને દૂર કરવામાં સમર્થ થાય છે. તેને માટે કહ્યું છે કે – कान्तमिहो (अपो) प्रति खेदं, तप्तं निर्वाति बुध्यते खेदं (मूद) स्थिरतामेति व्याकुल, मुपयुक्त सुनाषितं चेतः ॥१॥
ભાવાર્થ–સારા કથનમાં ઉપયોગવાળું મન શ્રમિત થએલાના ભેદને દૂર કરે છે, પરિતાપ પામેલાને શાંત કરે છે, મૂઢ થએલાને બંધ કરે છે અને આકુલ થએલાને સ્થિર કરે છે. ૧ હમેશાં ધમનું શ્રવણ કરવું એ ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિનું સાધન હોવાથી પ્રધાન છે. એકલા આ શ્રવણ ગુણથી બુદ્ધિના ગુણ માંહેલે શ્રવણ ગુણ જુદે છે,
વળી નિરંતર ધમ સાંભળવાને અભાવ થતાં પ્રાપ્ત થએલે પણ ધમ મણિકાર શ્રેણીની પેઠે ચાલ્યા જાય છે. તે મણિકાર શ્રેષ્ઠીનું ઉદાહરણ આપ્રમાણે છે –
એક વખતે રાજગૃહિ નગરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન્ પધાર્યા હતા, તે વખતે ત્યાં સૈધમ દેવલોકનો રહેવાસી અને ચાર હજાર સામાનિક દેવતાઓથી પરિવરેલે દુરાંક નામા દેવ સૂર્યાલ દેવની પેઠે ભગવાન્ મહાવીર સ્વામીની આગળ બત્રીશ પ્રકારનાં નાટકો કરી પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. તે પછી શ્રી ૌતમસ્વામીએ ભગવાન્ મહાવીરસ્વામીને પુછયું કે હે ભગવન્ ? દુરાંક દેવે આટલી બધી ઋદ્ધિ કયા પુણ્યથી પ્રાપ્ત કરી? આ પ્રશ્ન થતાં ભગવાન્ મહાવીર સ્વામીએ જવાબ આપે કે, આજ નગરમાં હેટી રુદ્ધિવાળે મણિકાર નામે ઈભ્ય રહેતું હતું. તેણે એક વખતે હારા મુખથી ધમ શ્રવણ કરી, ધમને અંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org