________________
प्रस्तावना
Inana • પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનને ઉદ્દેશ સમજી ઉત્તમ અધિકારી થવું જોઈએ. તે અધિકાર 625 પ્રાપ્ત કર્યા સિવાય આ વિશાળ સંસારસાગરમાં પિતપોતાની શક્તિ-અનુસાર પ્રયત્ન કરીને પ્રત્યેકને જીવનનૌકા માટે જે માર્ગ કાઢવો પડે છે, તે કાઢી શકાતું નથી. આપણી પાછળ અનંતકાળ વીતેલો હોય છે અને આપણે જીવનદશામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણી સમક્ષ વિશાળ અને અભેદ્ય ભવિષ્યકાળ પણ આગળ વધતો જ હોય છે, એવી રીતે આપણી કર્મોએ નીમેલી મર્યાદા હોય, ત્યાં સુધી એ જીવનયાત્રા ચાલતી રહે છે, અને અંતે કાળ આપણને આ સંસારના મહાન રણાંગણમાંથી ઉપાડી જાય છે, પણ તે સમયે આપણે મહાન સમરાંગણમાં કેટલા વિજયી થયા છીએ કે પરાજિત થયા છીએ, એ વાતનો નિર્ણય આપણને અધિકારજ કરાવે છે.
એ ઉત્તમ અધિકાર સંપાદન કરવાનું સાધન ગુણ છે. પ્રત્યેક મનુષ્ય પ્રાણીમાં કમનુસાર બીજરૂપે કિંવા વિશેષ સ્પષ્ટરૂપે એ ગુણોની પ્રેરણા રહેલી હોય છે. તે ગુણોને જ્યારે વિકાશ થાય છે, ત્યારે મનુષ્ય જીવનની ભવ્યતા પ્રકાશી નીકળે છે. કમ પુગલના અનાદિ સંબંધથી વિચિત્ર વેશોને ધારણ કરી આત્મા આ સંસારની ચતુર્વિધ ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, તેમાં જ્યારે સુકર્મયોગે તેને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ગુણ મેળવવાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવાને અને જાણવાને જે ગુણોની આવશ્યકતા છે, તે ગુણે મનુષ્ય ગતિમાં સારી રીતે મેળવી શકાય છે. ભગવાન તીWકરેએ પણ સૂત્રવાણીમાં એજ પ્રરૂપણ કરેલી છે. તે ઉપદેશે છે કે, “આ જીવ વસ્તુતાએ શુદ્ધ છે પણ તેની શુદ્ધ દશા કર્મને લીધે દબાઈ જાય છે-આચ્છાદન પામી જાય છે, તેથી તે સ્વભાવ દશા ભુલી જઈને વિભાવદશામાં આવી પડે છે, તેથી તેણે પોતાની પરમ વીર્ય સ્પરણા કરી પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવો જોઈએ.” ભગવાન દેવાધિદેવના આ ઉપદેશ ઉપરથી સિદ્ધ થાય છે કે, પ્રત્યેક મનુષ્ય આત્માએ વયસ્કરણા કરવી જોઇએ, એ વીર્ય સ્કરણા આત્મીય ગુણોને લઈને જ પ્રગટ કરી શકાય છે, અને તેથી ખરેખરી માનસિક ઉન્નતિ મેળવી શકાય છે.
આ સંસારના નિત્ય વ્યવહારમાં રહીને ધર્મને અધિકાર અથવા ધમની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા ઉચ્ચ ગુણની પૂર્ણ આવશ્યકતા છે. મનુષ્યને આ સંસારમાં અનેક પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org