________________
નવમ ગુણ વર્ણન.
૯૫
વિગેરે દેશેમાં દૃષ્ટિગોચર થાય છે. પણ જેવી રીતે શાસ્ત્રકાર ફરમાવે છે તેવી રીતે શ્રધ્ધા અને વિનય પૂર્વક જોવામાં આવતા નથી. તે જેને શ્રાવક ધર્મને યોગ્ય થવુ' હાય તેણે શાસ્ત્રકારના ફરમાન મુજબ માતાપિતા દક પૂજ્ય વર્ગનુ નમસ્કાર રૂપ પૂજન અવશ્ય કરવુ' જોઇએ. · માતાપિતાને નિર'તર નમસ્કાર કરનાર,' એ વિશેષણુથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓની આજ્ઞાનો ભંગ તા કરી શકાયજ નહીં. કારણકે વૃધ્ધાની આજ્ઞાનુસાર વર્ત્તન કરવું. તેનેજ આગળ ઉપર શાસ્રકારે પૂજન કહેલું છે.
<
કેટલાએક કુપુત્રા સહેજ વાતમાં માતાપિતાની સામે થઇ તેમનાં હિતકારી અને અમૂલ્ય વચનાની અવજ્ઞા કરે છે. તેમનું નમસ્કાર અને આજ્ઞા પાલન રૂપ પૂજન તા દૂર રહ્યું, પણ અવસર આવે તેમના શરીર ઉપર પ્રહાર કરતાં પણ અચકાતા નથી. આવા જીવા પ્રાયે કરી ધર્મને અયેાગ્ય હાય છે, અને તે પરલેકમાં જરૂર દુર્ગતિને આધીન થાય છે. તે વિવેકી પુરૂષોએ માતાપિતાની અવજ્ઞા કરનાર અધમ પુરૂષને સંસર્ગ પણ કરવા વ્યાજખી નથી. કોઈ કારણસર અથવા અજ્ઞા નતાને લીધે માતાપિતાની પ્રકૃતિ દુઃસહ્ય હોય તોપણ ઉત્તમ પુત્રએ તે તેમની નમસ્કારાદિ પૂજા કરી. જેવી રીતે તેમના ચિત્તને સમાધિ રહે તેવી રીતે વર્ત્તન કરવું' એ ઉચિત છે. આ માતાપિતાને ભક્ત છે • એમ લેાકેાને બતાવવા ખાતર નહી', પણ અ’તઃકરણની ખરી ભક્તિથી પૂછ્યવર્ગની પૂજામાં જોડાવું જોઇએ; કારણ કે પ્રાણી માત્રને સ’સારમાંથી તારનાર સ્થાવર અને જંગમ એમ એ તીથા કહ્યાં છે; તેમાં સ્થાવર તીર્થાંની સાથે માતાપિતાની સામ્યતા ખતાવી છે. જો કે ગ્રંથકર્તાએ સ્મૃતિ પુરાણુાર્દિકનાં વચના ટાંકી માતાપિતાને સ્થાવર તીર્થાથી પણ અધિક શ્રેષ્ઠ ખતાવ્યા છે, તેપણુ ઉપરના શ્લોક જોતાં માતાપિતાની શત્રુંજયાદિ તીર્થોની સાથે સામ્યતા બતાવી છે તેને તે કાઇ પણ ના કહી શકે તેમ નથી. આ ઠેકાણે તાત્પ એવા છે કે, જે પુરૂષ હમેશાં માતાપિતાની નમસ્કાર રૂપ પૂજા કરનાર હોય છે તેજ પુરૂષ વિધિપૂર્વક તીર્થયાત્રા અને તીર્થોનું બહુમાન વગેરે કરી શકેછે, માટે માતાપિતાના પૂજક થઇ હંમેશાં તીર્થયાત્રા જેટલુ ફળ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થવું જોઇએ.
વળી તેમને પરલેાકમાં હિતકારી અનુષ્ઠાનને વિષે જોડવાથી, આલેક તથા પરલોકના સ‘પૂર્ણ વ્યાપારાની અંદર તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી, ઉત્તમ વર્ણ અને ગયુક્ત પુષ્પ તથા ફળ વિગેરે વસ્તુની ભેટ મુકવાથી અને નવીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org