________________
તૃતીય ગુણ વર્ણન. શબ્દાથ–“ઘરની ચિતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિ આપનારી અને સમગ્ર પાત્રોને સત્કાર કરનારી સ્ત્રી જાણે ઘરની કલપલતા જ હેય નહિ તેમ તે ગૃહસ્થાને શું શું ફળ નથી આપતી ? અર્થાત સર્વ ફળ આપે છે. ]
ભાવાર્ય–આ જગમાં પ્રાણીઓને અનેક પ્રકારની ચિંતા હોય છે. અને તે ચિંતા ચિતાની પિઠે પ્રાણીમાત્રને હમેશાં બળ્યા કરે છે. તેમાં ગૃહસ્થને પ્રાયે કરી ઘર સંબંધી અને વ્યાપાર સંબંધી એમ બે પ્રકારની ચિંતા હેયછે. આપણા દેશમાં પુરૂષનું કામ વ્યવસાય અથવા નેકરી આદિકથી દ્રવ્ય પ્રાપ્ત કરી તે દ્રવ્યથી પિતાના કુટુંબ અને શરીરનું પોષણ કરવાનું હોય છે. જેમને સ્ત્રી નથી હોતી અથવા સ્ત્રી વિવેક શૂન્ય હોય છે તેમને આ બન્ને કાર્યો જાતેજ કરવાં પડે છે, તેથી દ્રવ્ય ઉપાર્જન કરવા ઉપરાંત પુરૂષને બે ચિંતાઓ હોવાને લીધે સુખ પ્રાપ્ત થતું નથી, અને પુરૂષ ચિંતાગ્રસ્ત હેવાને લીધે નવીન શેધ, અપૂર્વ શાસ્ત્રાભ્યાસ અને અપૂર્વ કળા કૌશલ્ય વિગેરેથી પિતાને જોઈએ તે ઉત્કર્ષ કરી શક્તા નથી. પરંતુ જે સી કેળવાએલી અને વિવેકવાળી હોય તે ઘરસંબંધી વ્યવસ્થા કરવી એ હારીજ ફરજ છે એમ ધારી તે બે પિતે ઉપાડી લઈ પતિને તે ચિંતામાંથી દૂર કરે છે. જેમ પશ્ચિમાત્ય પ્રજામાં સ્ત્રીઓ વિવેકશીલ અને કેળવાએલી હોવાને લીધે તેમના પતિઓ ઘરસંબંધી ચિતામાંથી મુક્ત થયેલા છે તેથી તે લેકે નવી નવી શેધો,શાસાભ્યાસ અને કળા કૈશલ્યમાં આગળ વધી પિતાને ઉત્કર્ષ કર્યો છે, અને હમેશા કરે જાયછે. તેવી જ રીતે શાસ્ત્રકારના “ રિન્તાર ” આ વાક્યને અનુસાર પ્રથમ આ દેશમાં પણ સ્ત્રીઓને કેળવણી આપવામાં આવતી હતી એમ સિદ્ધ થાયછે. ગૃહસ્થને ઉત્કર્ષ તે કેળવાએલી અને સુશીલ સ્ત્રીઓને આશ્રયીને રહે છે, માટે હરેક પ્રકારે સ્ત્રીઓને અમુક ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ તે ફરજીઆત તરીકે આપવું જ જોઈએ. અને તે જ તે યાચિત સાંસારિક અને ધાર્મિક કાર્યમાં પ્રવર્તી પિતાના અને પતિના સંસારને સુખમય બનાવી પોતાનું “ગૃહિણ” એવું નામ સાર્થક કરે છે.
સ્ત્રી પતિને ઉત્તમ મતિ આપનારી હેવી જોઈએ, અર્થાત પિતાને સ્વામી વ્યાપારમાં અથવા રાજકાર્ય સંબંધી ગુંચવણમાં આવી પડે હોય તે તેને શીલવતી અને અનુપદેવીની પેઠે સારી મતિ આપી મદદ કરવી જોઈએ. દાચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org