________________
આ
ઉપકાર.
છ૭-૭D0%A2-20-છવિડિઝણઝ
પરમકૃપાળુ શાંતમૂર્તિ શ્રીમદ્દ હંસવિજયજી મહારાજ તથા શ્રીમાન પંન્યાસજી મહારાજ શ્રી સંપત્તવિજયજી મહારાજ શુમારે સાત વર્ષ ઉપર આ શહેરમાં પધાર્યા હતા, ઘણાંજ થોડા દિવસની અત્રે સ્થિરતા છતાં તે દરમ્યાન આ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથ વ્યાખ્યાનમાં વાંચતા હતા, તે વખતે તેઓ સાહેબ શ્રાવકવર્ગ માટે આ ગ્રંથની એટલી બધી ઉપગિતા જણાવી હતી અને સાથે આજ્ઞા કરી હતી કે, આ શ્રાવક ઉપયોગી ગ્રંથનું ભાષાંતર કરાવી આ સભા તરફથી પ્રસિદ્ધ થાય તે સમાજને ઘણું જ લાભ થશે સાથે આ ગ્રંથમાં આર્થિક સહાય આપનાર ગૃહસ્થ રાહઠીસંગભાઈઝવેરચંદ ને પણ આવા ઉપગી ગ્રંથે પ્રસિદ્ધ કરવા માટે ગ્રદ્ધારના કાર્યમાં લક્ષમીને વ્યય કરવા પ્રસંગાનુસાર ઉપદેશ આપે હતું, જે માટે આ બંને મહાત્માઓના ઉપદેશરૂપ નિમિત્તથી આ ગ્રંથની કંઇશરૂઆત કરવાની ઈચ્છા થઈ, જે માટે ઉક્ત બંને મહાત્માઓને અંત:કરણ પૂર્વક આભાર માનીયે છીયે. ત્યારબાદ કેટલોક સમય વિત્યાબાદ ઉક્ત ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદની ઈચ્છા આ ગ્રંથ માટે સહાય આપવાની થતાં તેનું ભાષાંતર કરાવ્યું તે પૂર્ણ થયા બાદ અત્રે સભાના સામાન્ય ધારા મુજબ તે ભાષાંતર શ્રીમાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજને સાવંત તપાસી જવા વિનંતિ કરી, જે ઉપરથી તેઓશ્રીએ તે તપાસતાં તે ભાષાંતર જોઈએ તેવું માલમ પડયું નહીં, જેથી આ સભાની નમ્ર વિનંતિથી અને તેઓશ્રીની પૂર્ણ લાગણી હોવાથી આ ગ્રંથનું ભાષાંતર સભાઉપર કૃપા કરી પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org