________________
ચતુર્થ તરગ.
તથા જોનારનાં નેત્રને અત્યંત શીતળતા આપનારૂં શ્રી શાંતિનાથનું ચૈત્ય શત્રુંજય પર્વત પર કરાવ્યું. તથા ઓંકાર નામના નગરમાં ઉંચા તોરણવાળું અતિ સુશોભિત ચય કરાવ્યું. તે જ પ્રમાણે ભારતીપત્તનમાં, તારાપુરમાં, દર્ભાવતી નગરીમાં, સેમેશ્વર પત્તનમાં, વાંકાનેરમાં, માન્ધાતૃપુરમાં, ધારાનગરીમાં, નાગહૃદમાં, નાગપુરમાં, નાશિકમાં, વડોદરામાં, પારકપુરમાં, રત્નપુરમાં કરંટપુરમાં, રહેટકપુરમાં, ચંદ્રાવતી નગરીમાં, ચિત્રકૂટમાં, ચારૂપનગરમાં, મેંદ્રીનગરીમાં, ચિખલ નગરમાં, બિહારપુરમાં, વામનસ્થલીમાં, જયપુરમાં, ઉજજયિની નગરીમાં, જાલંધરપુરમાં, સેતુબંધમાં, પશુસાગર દેશમાં, પ્રતિષ્ઠાનપુરમાં, વર્ધમાનપુરમાં, પર્ણબિહાર પુરમાં, હસ્તિનાપુરમાં, દેપાલપુરમાં, ગોગપુરમાં, જયસિંહપુરમાં, નિંબસ્થલ નામના પર્વત ઉપર, તે પર્વતની નીચે તળાટીમાં, સલક્ષણપુરમાં, જુના ગઢમાં, ધોળકામાં, મર્ક નગરીમાં, વિક્રમપુરમાં, મંગળદુર્ગ પુરમાં, વિગેરે અનેક સ્થાનમાં સુવર્ણ દંડ અને કળશ સહિત રાશી પ્રસાદે તેણે કરાવ્યા. ફરકતી ધ્વજાવાળા તે સર્વ ચિત્યે ભવ્ય પ્રાણીએને જાણે બેલાવતા હોય, સ્વર્ગની લક્ષ્મીનું નું છાણું કરતા હોય કલિયુગની તર્જના કરતા હોય, અને મેક્ષ માર્ગને જાણે દેખાડતા હોય તેમ શેભતા હતા. તે સર્વ પ્રાસાદેને વિષે દેવગિરિ નામની નગરીમાં એક દિવ્ય પ્રાસાદ હતો, તે પ્રાસાદ તેણે જે પ્રકારે કરાવ્યું તે પ્રબંધને હે ભળે ! તમે હમણાં સાંભળો–
ઘણા સુવર્ણને લીધે સાર્થક નામવાળું દેવગિરિ નામનું નગર છે. તેના દરવાજામાં ઝુલતા હાથીઓના મદની વૃષ્ટિ થવાથી તેને સુગંધ તરફ વિસ્તાર પામતું હતું, તેની તરફ રહેતા પ્રાકાર, ખાઈ અને ઉદ્યાનની શ્રેણિ વડે તે વિંટાયેલું હતું, લક્ષમીના બીજની જેમ તે નગરના નામને શત્રુઓ એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા, હંમેશા વાગતા બાર હજાર વાજીના શબ્દથી તેના શત્રુઓ ત્રાસ પામતા હતા. તેની અંદર યુદ્ધની શોભાને માટે જ શસ્ત્ર વિગેરે સર્વ સામગ્રી જોવામાં આવતી હતી, તે નગરમાં શ્રીરામ નામનો રાજા હતો. તેની પાસે નરમાદા મતીનું યુગ્મ, ચિત્તને ચોરનારી સ્ત્રીઓ, કષ્ટને ૧ મેરૂ પર્વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org