________________
તૃતીય તરંગ.
૪૩
જે પ્રધાન રાજાનું હિત કરે છે, અને અહિતને નિવારે છે, તેમજ રાજાના, પિતાના અને સર્વ પ્રજાના અર્થને સાધે છે, તે જ ઉત્તમ પ્રધાન છે. કહ્યું છે કે
કેટલાએક મંત્રીઓ પ્રતિધ્વનિ જેવા હોય છે ( રાજા જેમ બેલે તેમજ પોતે પણ બેલે તેવા હાજીયા હોય છે ), કેટલાક અરિસા જેવા (પ્રતિબિંબ–છાયારૂપે) હોય છે, અને કેટલાક દીવાની જેમ માત્ર માર્ગના દેખાડનાર હોય છે, પરંતુ અંકુશની જેમ રાજાને વશ કરનાર મંત્રી તે કેઈક જ હોય છે.”
વળી હે રવામી ! આપના પ્રસાદથી મારે ઘીની જરા પણ ન્યૂનતા નથી, જે કાર્ય હોય તે ઘીની નીક ચલાવવા પણ હું શક્તિમાન છું, તેથી કરીને હે રાજા ! બાળક થકી પણ હિત ગ્રહણ કરવું એમ જાણીને આવી રીત ન થાય-આ રીવાજ બંધ થાય તેમ કરે.”
આ પ્રમાણે જાંગુલી વિદ્યાના જેવી તેની ઉદાર વાણુ સાંભળીને રાજા ક્રોધરૂપી વિષથી મુક્ત થઈ ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે “અહો ! આની દીર્ધદષ્ટિ ! અહા ! આનું ધૃષ્ટપણું (નીડરપણું) ! અહો ! આની વાણીની મેટાઈ અને ચોથું એ કે અહો ! આના વચનની ચતુરાઈ ! આ સર્વ કેને આશ્ચર્યકારક નથી? આ બાળક છે તે પણ બાળ એવા સિંહ, કલ્પવૃક્ષ અને સૂર્યની જેમ ચેષ્ટાવડે તે અબાળ જેવો છે. તેથી આ તેના પિતા સહિત મારા પ્રધાનપદને લાયક છે.” આ પ્રમાણે વિચારીને હર્ષના સમૂહથી મનમાં વિકરવર થયેલા રાજાએ તે પિતા પુત્રને પાંચે અંગના સુંદર વસ્ત્રો આપી સર્વ મુદ્રાના અધિકારી કર્યો. પીળી કાંતિવાળા સુવર્ણની મુદ્રાથી યુક્ત તેમના હાથ રૂપ રતું કમળ દેદીપ્યમાન અને મૂર્તિમાન લક્ષમીવડે જાણે આશ્રય કરાયું હોય તેમ શેલતું હતું. તે વખતે અલ્પ કાંતિવાળા શ્રાવકરૂપી તારાઓવાળું જિનશાસનરૂપી આકાશશત્રુરૂપી અંધકારને હરણ કરનારા તેમનાવડે સૂર્યોદયવાળું થયું. કહ્યું છે કે – " जिणदेवो जिणभत्तो, राया मंती व सावत्रो बलवं ।
साइसो आयरिओ, पंचुज्जोआ इमे हुंति ॥ ३ ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org