________________
તૃતીય તરંગ.
૪૧
માંચી સેવનારા થાય છે (છ માસે વાણીયાને આપત્તિ આવે જ છે ). મારૂં કષ્ટથી મેળવેલું ધન જરૂર આજે રાજા લઈ લેશે. શું કીડીનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જતા નથી ?” આ પ્રમાણે તેનું ચિત્ત ચિંતારૂપી ચિતાથી વ્યાપ્ત થયું. તે જમીને ઉઠ કે તરત જ તે પુરૂષ તેને દુકાને પણ નહીં જવા દેતાં રાજા પાસે લઈ ગયે. રાજાએ તેને પૂછ્યું કે–“અરે? આજે તે ઘી કેમ ન આપ્યું ?” પેથડ બોલ્યા કે—“હે દેવ ! તે વખતે હું દુકાને નહોતે, પરંતુ મારે પુત્ર હતું. તેણે કેમ ન આપ્યું? તે હું જાણતો નથી.” તે સાંભળી રાજાએ સેવકને મોકલી તેના પુત્રને પણ બોલાવ્યું તે વખતે પેથડ વિચાર કરવા લાગે કે –“ અહે! આજે મેં પુત્રને શા માટે દુકાને રાખે? અથવાતે શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન થાય?
સુવર્ણ જેવા પીળા શરીરવાળે મૃગ કેઈએ દુનિયામાં કયાંઈ પણ જે નથી અને સાંભળે પણ નથી. તોપણ સિતાએ તેની ચામડીની કાંચળી કરવાની ઈચ્છા કરી, તેથી જણાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય જ છે.”
આ પ્રમાણે પિથડ વિચાર કરે છે તેટલામાં સિંહના બાળક જે નિર્ભય ઝાંઝણ રાજા પાસે આવ્યું. તેને પણ રાજાએ પૂછ્યું ત્યારે તે રપષ્ટ રીતે બોલ્યો કે,–“હે સ્વામી ! આજે મારા પિતા દુકાને ન હતા, હું જ હતું. મેં આજે ઘી ન આપ્યું તેનું કારણ સાંભળોઃ—જેટલામાં ઘી આપવા માટે હું ઉઠીને દુકાનની અંદર ગ, તેટલામાં સામે તત્કાળ ત્રાટ શબ્દ કરતી (મેટી) છીંક થઈ. તે વખતે મને શંકા થઈ કે આ ઘીમાં ગરેલી વિગેરેની ગરલ તો નહીં પડી હોય ? કેમકે પ્રાયે કરીને અમારા ઘી વિગેરેનાં પાત્રો વ્યાકુળતાને લીધે ઉઘાડાં પણ રહી જાય છે. કદાચ તે પ્રકારે ગરલ ન પડી હોય તે શત્રુએ લેભ પમાડેલા કોઈ માણસે વિષાદિક નાખ્યું હોય તે શું કરવું? કારણ કે શાલિ (ખા) ખાવામાં લુબ્ધ થએલા પિપટ, દૂધ પીવામાં લુબ્ધ થએલા બિલાડા અને ધનમાં લુબ્ધ થએલા પુરૂષો અનુક્રમે પથ્થરને, લાકડીને અને અનર્થની પરંપરાને જતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org