SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ દિતીય તરંñ ॥ પછી ગુરૂ ( ઉપાધ્યાય ) રૂપી ખલાસીએ બુદ્ધિરૂપી વહાણવડે કરીને તે પેથડને વ્યાકરણ, ગણિત વગેરે શાસ્રરૂપી સમુદ્રના પારગામી કર્યા. ત્યાર પછી અનુક્રમે તેનાં માતાપિતાએ તેને સર્વા સ્ત્રીઓને વિષે શિરામણિ સમાન શ્રેણીની પુત્રી પ્રથમણી નામની કન્યા સાથે પરણાવ્યા. તે વિવેકમાં નિપુણ હતી, ચિત્તને ચારનારી હતી, શીળવડે શાલતી હતી, વિનયવાળી, પુણ્ય ક્રિયા કરવામાં પ્રવીણ અને પતિ ઉપર ભક્તિવાળી હતી. તેમજ તેણીએ મરતકના સેંથા નદીના પ્રવાહરૂપ કર્યા હતા, શરીરની કાંતિ જળરૂપ કરી હતી, અને મુખને સાવરરૂપ કર્યું હતુ, તથા સ્વર્ગને જીતવાની ઈચ્છાવડે કરીને તેણીએ બ્રૂકુટિરૂપી પ્રત્યંચા સહિત કરેલા કપાળરૂપી ધનુષ ઉપર નાસિકારૂપી બાણુ સ્થાપન કરેલું ( ચડાવેલુ) હતું. તેણીના મુખરૂપી ઘરને વિષે સરસ્વતી રહી હતી, તેણીનાં નેત્રા લક્ષ્મીને જોવા માટે બારીએ જેવાં હતાં; તેણીના જ્ઞાનરૂપી જળથી ભરેલા હૃદયરૂપી સમુદ્રમાંથી દાંતરૂપી મેાતી નીકળ્યા હતા, દેદીપ્યમાન કાંતિવાળા શરીરરૂપી ઉદ્યાનમાં ચપળ શ્રોત્રરૂપી એ હીંચકાને વિષે કુંડળના મિષથી ચંદ્ર અને સૂર્ય હીંચકા ખાવાની ક્રીડા કરતા હતા. પિતારૂપી એક જ કલ્પવૃક્ષ થકી સમગ્ર ઇચ્છાઓ પૂર્ણ થતી હાવાથી તે પેથડ ઇસ કલ્પવૃક્ષ થકી ઇષ્ટ વસ્તુને મેળવનારા યુગલિયાથી પણ વધારે સુખી હતા. " ત્યાર નિર ંતર ભાગના વિસ્તારરૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલા તે બન્ને નૃપતિને કેટલેક કાળે સેાભાગ્ય અને ભાગ્યના સ્થાનરૂપ ઝાંઝણ નામને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy