________________
સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર.
૧૯
તથા તેની અંદર શ્રીસંઘના એકસેનેએક શ્રાવકોને પા પા રૂપીયા નાંખ્યો હતે. (વાપર્યો હતો. કિરણના સમૂહવાળી કેશરની ભીતમાં આવેલા માણસેના પ્રતિબિંબ પડતા હતા, તેથી જાણે કે નિરંતર મુક્તિરૂપી કન્યાના વિવાહને ઉત્સવ થતો હોય તેવું દેખાતું હતું. તેના ચેકનું નિર્મળપણું એટલું બધું અદ્ભુત હતું કે તેમાં પ્રાતઃકાળે આવેલી ધનવાન લેકની સ્ત્રીઓ તેમાં પડેલા પ્રતિબિંબના મિષથી પાતાલ કન્યાઓ જેવી દેખાતી હતી. તે શાળામાં જડવા માટે સુવર્ણનાં પતરું કરાવવામાં જેટલું સુવર્ણ લાગે તેવું હતું, તેટલા દિવ્યને ખર્ચ તેણે તે શાળામાં કર્યો હતે. અહે !તેની ઉદારતા કેવી? તે દેદે તે શાળા મૂલ્યથી, વર્ણથી અને નામથી પણ સુવર્ણની બનાવી પિતાનું વચન પ્રમાણરૂપ કરી પુરૂષને આશ્ચર્ય પમાડયા. પછી જે એક પિઠીયાનું ઉત્તમ સુગંધી કેશર રાખ્યું હતું, તે જિનપ્રતિમાની પૂજાને માટે તીર્થોમાં મોકલી પછી તે દેદ પિતાને ઘેર ગયે.
તે દેદને વિમલશ્રી નામની નિર્મળ-પવિત્ર ભાર્યા હતી, તે વય, લાવણ્ય અને પુણ્યાદિક ગુણવડે પિતાની તુલ્ય હતી, તે બન્નેને પરસ્પર અધિક પ્રેમ હોવાથી તેમનાં મન, વચન અને ક્રિયા એક સરખાં જ હતાં, પરંતુ વિધાતાએ શરીરવડે જ તેમની ભિન્નતા કરી હતી (માત્ર શરીરથી જ તેઓ જૂદા હતા.) તે વિમલશ્રી પ્રાતઃકાળે ઉઠીને હમેશાં જિનેશ્વરના ચૈત્યમાં અને પૈષધશાળામાં જઈને પછી પિતાને ઘેર આવતી હતી, તેટલા વખત સુધી હર્ષપૂર્વક તે મેઘની લીલાવડે પિતાના શરીરની કાંતિના મિષથી જાણે જળબિંદુની વૃષ્ટિ કરતી હોય તેમ હમેશાં સવાશેર ગાદીયાણાદિક સુવર્ણની વૃષ્ટિ કરતી હતી. તેથી હજુ સુધી આ બંદીજને (ભાટ-ચારણે) પ્રાતઃકાળે સભાજનેને જ આશીર્વાદ આપતી વખતે વિમલશ્રીના સુપ્રભાતીયાં બેલે છે. કહ્યું છે કે
" धनाङ्गं परिवाराद्यं, सर्वमेव विनश्यति ।
दानेन जनिता लोके, कीर्तिरेकैव तिष्ठति ॥ २१ ॥ “ધન, શરીર, પરિવાર વિગેરે સર્વ નાશ પામે છે, પરંતુ દાનવડે લેકમાં ઉત્પન્ન થયેલી એક કીતિ જ સ્થિર રહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org