SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. આજે મારા ભેાજનમાં સંશય છે ( આજે હુ· જમી શકીશ કે નહીં તેની શંકા છે). પરંતુ તારે શીવ્રપણે નસ્ય કરવો.” આ પ્રમાણે પ્રાકૃત ભાષાવડે શ્લિષ્ટ અર્થાવાળું વચન તેણે કહ્યું, તેને (તેના અને) રાજા વિગેરે કાઇ પણ જાણી શક્યા નહીં. મૂર્ખ માણસ પણ ધનવાન થઈ શકે છે, પરંતુ જ્ઞાનવાન થવું અત્યંત દુલ ભ છે. કેમકે ધ રાજાની સભામાં ગુરૂ મહારાજાએ આમરાજાનું આગમન શ્ર્લેષ અથી કહ્યું હતુ, તેના અ ધમ રાજા સમજી શકયા ન હતા. ત્યારપછી તે માણસે ઘેર જઈને તે દેદનું કહેલુ વચન કહ્યું, ત્યારે તે સાંભળી તેની ચતુર ભાર્યાએ જાણ્યું કે—“ મારા પતિ દેદને રાજાએ રૂ ંધ્યા છે. પછી તેણીએ ઘણા મૂલ્યવાળી ઘરની સર્વ વસ્તુઓ કાઢી તેની પાટલી આંધી હાથમાં લઇ ચપળ એવી તે ત્યાંથી નાશી ગઇ. "" ત્યાર અહીં રાજા તે દેઢ ઉપર અત્યંત કાપ પામ્યા, તેથી તેણે ખડખડના શબ્દવડે જાણે કે તે દેને હઠથી વારતા હાય (હઠ કરવાની ના પાડતા હોય એવા લાઢાના બંધના વડે તે દેને કંઠ સુધી ભારી દીધા, અને તેને કેદખાનામાં નાંખ્યા. પછી રાજાએ ક્રોધથી પેાતાના કઠાર સેવકાને તેનુ ઘર લુટવા મોકલ્યા. તેઓ તેને ઘેર ગયા, તે વખતે જાણે કે દારિદ્રચનુ મૂર્તિમાન શરીર હોય અથવા તેનુ ક્રીડા ઘર હોય એવુ તે ઘર અત્યંત લક્ષ્મી રહિત જોયુ. તેથી ઉપયેગમાં આવે તેવુ ધન પ્રાપ્ત ન થવાથી નિરાશ થએલા તેએ તેના ઘને સીલ કરી રાજા પાસે ગયા અને તેને તે વૃત્તાન્ત કહ્યો. કેદખાનામાં રહેલા શ્વેદે વિચાર કર્યાં કે—મારાપર રાજા એટલે બધે ગુસ્સે થયા છે કે જેથી તે મારી પાંચે આંગની (પ્રકારની) સ ંપદા લઇ લેશે. સંપદાના પ્રકાર આ પ્રમાણે કહ્યા છેઃ—— “धनकरणकाञ्चन परिजन - तनुरूपाऽऽन्येषु पञ्चवा लक्ष्मीः । सैव गजभूमिसहिता सप्ताङ्गा भूभृतां भवति ।। १६ ।। " , ધનિક જનોને ધન, ધાન્ય, સુવર્ણ, પરિવાર અને શરીરરૂપ પાંચ પ્રકારની લક્ષ્મી હાય છે, તથા હાથી અને પૃથ્વી સહિત તે પાંચે મળીને રાજાની સાત પ્રકારની લક્ષ્મી હાય છે, "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy